આઇફોન એરનું વેચાણ શરૂ થઈ ગયું છે. તેનો ઉપયોગ કર્યા પછી, કેટલાક વપરાશકર્તાઓએ તેના કેમેરામાં બગ હોવાની જાણ થઇ છે. પરિણામે ફોટો સારા નથી આવી રહ્યા.
આઇફોન 17 સિરિઝનું મોડલ માર્કેટમાં આવી ગયું છે. લોકો આઇફોન લેવા માટે રાતથી લાઇનોમાં ઉભેલા હતા. લોકો આઇફોન લેવા માટે એટલા ક્રેઝી બન્યા હતા કે મુંબઇ અને દિલ્હીમાં તો જાણે કોઇ ઉત્સવ હોય તેવો માહોલ જોવા મળ્યો. આઇફોન 17 હાથમાં આવી તો ગયો પરંતુ આ ફોનમાં ફોટો લેતી વખતે બગ આવી રહ્યું છે. આ કારણોસર આઇફોનના ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે.
આઇફોનના કેમેરામાં બગ ?
iPhone 17 શ્રેણીના મોડેલ ગ્રાહકોના હાથમાં આવવા લાગ્યા છે. 9 સપ્ટેમ્બરે લોન્ચ થયેલા, 19 સપ્ટેમ્બરથી વેચાણ શરૂ થયું. ગ્રાહકોએ નવા ફોન ખરીદતાની સાથે જ તેની ફર્સ્ટ ઇમ્પ્રેશન શેર થઇ રહી છે. ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે નવી શ્રેણીના કેમેરામાં તકનીકી ખામીની જાણાઇ રહી છે. iPhone Airથી ફોટો લેતી વખતે આ બગ દેખાય છે. Appleએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.

કેમેરાની સમસ્યાનું કારણ શું છે?
એક ટેકનિકલ જર્નાલિસ્ટ દ્વારા iPhone Air ની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં તેને પહેલી વાર iPhone Air ના કેમેરામાં બગ મળ્યો. કોન્સર્ટના ફોટા લેતી વખતે તેઓએ જોયુ તો દર 10 ફોટામાંથી એક કાળો દેખાતો હતો. કેટલાક ફોટામાં સફેદ છાંટા દેખાતા તો ક્યાંક બોક્સ જેવુ જોવા મળતું. જો કે ચોક્કસ પરિસ્થિતિઓમાં જ આવુ થતુ જોવા મળ્યુ હતું. તેઓએ જણાવ્યું કે LED ડિસ્પ્લે સાથે ફોટા લેતી વખતે બગ ખાસ કરીને ધ્યાનપાત્ર હોય છે.
Apple એ પણ બગ હોવાની પુષ્ટિ કરી
ખાસ વાત તો એ છે કે Apple એ પણ બગની પુષ્ટિ કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે બગ ચોક્કસ લાઇટિંગ પરિસ્થિતિઓમાં આવે છે. આ એક સોફ્ટવેર બગ છે જેને ઠીક કરવામાં આવ્યો છે. આગામી અપડેટમાં આ સુધારો કરી દેવામાં આવશે. જોકે હા, કંપનીએ જણાવ્યું નથી કે આગામી અપડેટ ક્યારે લોન્ચ કરવામાં આવશે.
iPhone Air એ Appleનું સૌથી પાતળું મોડેલ
Apple એ 17 શ્રેણીમાં Plus મોડેલને બદલીને iPhone Air લોન્ચ કર્યું છે. માત્ર 5.6mm જાડાઈ સાથે, તે અત્યાર સુધીનો સૌથી પાતળો iPhone છે. તેમાં ProMotion ટેકનોલોજી સાથે 6.5-ઇંચની સ્ક્રીન છે. તેમાં 48MP સિંગલ રીઅર કેમેરા અને 18MP ફ્રન્ટ કેમેરા છે. A19 Pro ચિપસેટ દ્વારા સંચાલિત, આ ફોનની ભારતમાં શરૂઆતની કિંમત ₹119,900 છે.

