BUSINESS : LPG અને PNGની અછતને કારણે એલ્યુમિનિયમની અનેક ફેક્ટરીઓ બંધ

0
17
meetarticle

પશ્ચિમ એશિયાઈ કટોકટીને પગલે ઉદભવેલ બળતણ પુરવઠાની કટોકટી સમગ્ર ભારતમાં એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન એકમોને અસર કરી રહી છે, જેના કારણે ફેક્ટરીઓ લગભગ સ્થગિત થઈ ગઈ છે, જેના કારણે કામદારો બેરોજગાર થઈ ગયા છે અને ઉત્પાદન લગભગ અડધું થઈ ગયું છે.

દિલ્હી સ્થિત એલ્યુમિનિયમ એક્સટ્રુઝન કંપનીના સુત્રોએ કહ્યું હતું એલપીજી પુરવઠામાં સંપૂર્ણ વિક્ષેપને કારણે ફેક્ટરીઓ છેલ્લા સાત દિવસથી બંધ છે. કર્મચારીઓ કામ વગર નિષ્ક્રિય બેઠા છે. 

લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) અને પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) જેવા મુખ્ય ઇંધણની ઉપલબ્ધતામાં અચાનક વિક્ષેપને કારણે આ કટોકટી ઉભી થઈ હતી. આ ઇંધણ એલ્યુમિનિયમ એક્સટ્ઝન માટે મહત્વપૂર્ણ છે, જેમાં સતત ગરમી દ્વારા એલ્યુમિનિયમ પીગળવાનો સમાવેશ થાય છે.એલ્યુમિનિયમ એક્સટ્રુઝન મેન્યુફેક્ચરર્સ એસોસિએશને જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ૨૫થી વધુ એક્સટ્રુન યુનિટ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે, જ્યારે લગભગ ૨૦૦ અન્ય ખૂબ જ ઓછી ક્ષમતા પર કાર્યરત છે, જેના કારણે કુલ ઉદ્યોગ ઉત્પાદન દર મહિને આશરે ૭૦,૦૦૦ ટનથી ઘટીને લગભગ ૪૫,૦૦૦ ટન થઈ ગયું છે.

દેશભરમાં અંદાજિત ૪૫૦-૫૦૦ યુનિટ થકી આ ઉદ્યોગનું વાર્ષિક ઉત્પાદન ૮-૧૦ લાખ ટન છે અને અંદાજિત વાર્ષિક આવક રૂા. ૩૨,૦૦૦ કરોડ છે.

દેશભરમાં આ અસર અનુભવાઈ રહી છે તેમ જણાવતા એસોસિએશને જણાવ્યું હતું કે ઘણા વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોને એલપીજી સપ્લાય સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, અને પીએનજી ઉપલબ્ધતા ૫૦-૮૦ ટકા ઘટી ગઈ છે. 

ઇંધણના ભાવમાં તીવ્ર વધારાને કારણે પુરવઠામાં વિક્ષેપ વધુ વધ્યો છે. મર્યાદિત ઉપલબ્ધતાને કારણે પીએનજીના ભાવમાં તીવ્ર વધારો થયો છે. આ ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવ લગભગ બમણા થઈ ગયા છે, જે પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (એસસીએમ) લગભગ રૂ. ૫૨ થી હવે લગભગ રૂ. ૯૦ થઈ ગયા છે. 

આ કટોકટી ફક્ત ઊર્જા સુધી મર્યાદિત નથી. પશ્ચિમ એશિયાઈ કટોકટીએ એલ્યુમિનિયમના ભાવ અને ભંગારની ઉપલબ્ધતાને પણ અસર કરી છે. ઘટતી આવક વચ્ચે, કંપનીઓ બેંક લોન ચૂકવવા અને નિશ્ચિત ખર્ચાઓ પૂરા કરવા માટે સંઘર્ષ કરી રહી છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here