નાના અને મધ્યમ ઉદ્યોગોના (એસએમઈ) શેરમાં નવા લિસ્ટિંગ ચાલુ રહ્યા હોવા છતાં આ શેરો જોઈએ તેટલા પ્રમાણમાં આક્રમક રીતે ટ્રેડિંગ કરી રહ્યા નથી. આ પ્રવૃત્તિનો અંદાજ સરેરાશ કરવામાં આવેલા સોદાઓની સંખ્યા, ટ્રેડેડ કંપનીઓની સંખ્યા, ટ્રેડેડ શેરની સંખ્યા અને સોદાના મૂલ્ય દ્વારા લગાવી શકાય છે.

જોકે જે કંપનીઓના શેર ટ્રેડ થયા છે તેમની સંખ્યામાં વધારો થયો છે, પરંતું સોદાઓની સંખ્યામાં ઘટાડો થયો છે, આ ટ્રેડેડ શેરની સંખ્યા અને મૂલ્યમાં ઘટાડો થયો છે. ઓગસ્ટમાં બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર થયેલા સોદાઓની સંખ્યામાં વાર્ષિક ધોરણે માત્ર ૬.૪ ટકાનો વધારો થયો છે, જે ગયા વર્ષે ૧૩.૨ ટકાનો વધારો હતો.
આ જ સમયગાળામાં ટ્રેડેડ શેરનું સરેરાશ મૂલ્ય ૧૦.૪ ટકા ઘટયું છે અને ટ્રેડેડ શેરની વાસ્તવિક સંખ્યામાં ૨૫ ટકાથી વધુનો ઘટાડો થયો છે. જુલાઈ મહિનાનો એનએસઈનો ડેટા પણ આ જ પ્રકારનો ટ્રેન્ડ દર્શાવે છે. ડેટા દર્શાવે છે કે ઓગસ્ટ ૨૦૨૪ પછી આવી ૨૦૧ કંપનીઓ બજારમાં આવી છે.
ઉપલબ્ધ ડેટા સરેરાશ દૈનિક વોલ્યુમનો છે, જે જુલાઈના અંત સુધી વાર્ષિક ધોરણે ૪૬.૯ ટકાનો ઘટાડો દર્શાવે છે. મુખ્ય પ્લેટફોર્મના સરેરાશ દૈનિક વોલ્યુમમાં આ જ સમયગાળામાં ૩૨.૨ ટકાનો ઘટાડો થયો હતો. વધુ ડેટા હજુ પ્રકાશિત થવાનો બાકી છે.
બીએસઈ ડેટા દર્શાવે છે કે ૨૦૧૨માં બીએસઈના એસએમઈ પ્લેટફોર્મની શરૂઆત પછી, ૬૦૮ લિસ્ટેડ કંપનીઓએ કુલ રૂ. ૧૦,૯૧૨.૧૫ કરોડ એકત્ર કર્યા છે અને ૧૯૬ કંપનીઓ મુખ્ય પ્લેટફોર્મ પર ગઈ છે.
એનએસઈ પ્લેટફોર્મ મુજબ, જુલાઈ સુધીમાં ૬૪૭ લિસ્ટેડ કંપનીઓએ રૂા. ૧૮,૬૯૭ કરોડ એકત્ર કર્યા હતા, જેમાંથી ૧૪૭ કંપનીઓ મુખ્ય પ્લેટફોર્મ પર ગઈ હતી. એનએસઈ પર લિસ્ટેડ એસએમઈનું કુલ મૂલ્ય જુલાઈના અંત સુધીમાં રૂા. ૨.૨ લાખ કરોડ હતું.

