BUSINESS : S&Pએ ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ 6.5 ટકા પર જાળવી રાખ્યો

0
72
meetarticle

મજબૂત માગ, ઈન્વેસ્ટમેન્ટમાં વધારો અને ટેકસ રિફોર્મ્સને ધ્યાનમાં રાખી એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના ૬.૫૦ ટકાના અંદાજને જાળવી રાખ્યો છે. વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૫૦ ટકા જળવાઈ રહેશે એમ રેટિંગ એજન્સી દ્વારા તેના રિપોર્ટમાં જણાવાયું છે.

ઘરઆંગણે માગ મજબૂત રહેવાની અમારી ધારણા ંછે. સારા ચોમાસા, આવક વેરામાં રાહત તથા ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડા અને સરકારી ઈન્વેસ્ટમેન્ટમાં ઝડપને ધ્યાનમાં રાખી માગમાં મજબૂતાઈ જોવા મળશે. 

આ ઉપરાંત ફુગાવાનું આઉટલુક પણ ઘટાડા તરફી મુકાયું છે. ખાધ્ય પદાર્થોના ભાવ અપેક્ષા કરતા વધુ ઘટવાની શકયતાને કારણે વર્તમાન નાણાં વર્ષ માટે ફુગાવાની ધારણાં ઘટાડી ૩.૨૦ ટકા કરવામાં આવી છે.

નીચા ફુગાવાને કારણે વર્તમાન નાણાં વર્ષમાં  રિઝર્વ બેન્ક રેપો રેટમાં વધુ ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરશે તેવી પણ ધારણાં વ્યકત કરવામાં આવી છે. રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની હવે પછીની બેઠક ૨૯ સપ્ટેમ્બરથી ૧ ઓકટોબર દરમિયાન મળનાર છે. 

અમેરિકાના ટેરિફને કારણે અગાઉની અપેક્ષા કરતા ભારત પર વધુ અસર જોવા મળવાની પણ રિપોર્ટમાં ચિંતા વ્યકત કરવામાં આવી છે. એશિયાના અન્ય દેશોની સરખામણીએ ટેરિફ સામે ચીનની સ્થિતિ ઘણી સારી છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here