નાણા મંત્રી નિર્મલા સીતારામને બજેટ ૨૦૨૬માં ડેરિવેટિવ્ઝ ટ્રાન્ઝેકશન પર સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી) વધારવાનું જાહેર કર્યા બાદ, તાજેતરમાં સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે ડેરિવેટિવ્ઝ બજાર પર યથાવત સ્થિતિનું પાલન કરવામાં આવશે. ડેટા-આધારિત અભિગમનો સંકેત આપતી વખતે કોઈપણ તાત્કાલિક નિયમનકારી હસ્તક્ષેત્રની અપેક્ષાઓ ઓછી રહેશે.

સેબી ચેરમેને વધુ જણાવ્યું હતું કે, જ્યારે આપણે , એક નિયમનકાર તરીકે ડેરિવેટિવ્ઝ બજારો પર નજર કરીએ છીએ, ત્યારે આપણે ડેટાના આધારે ખૂબ જ પદ્વતિસરની રીતે કરીએ છીએ. પાંડએ એક પ્રશ્ન અને જવાબના સત્ર દરમિયાન જણાવ્યું હતું કે, હાલ, અમે કોઈ પગલાં લેવાનું વિચારી રહ્યા નથી, અને અમે જે પણ માળખું મૂક્યું છે, તે ચાલુ રહેશે.તેમણે એવા સમયે ટિપ્પણી કરી છે, જ્યારે બજારના પાર્ટિસિપન્ટસ, ખાસ કરીને ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ) સેગ્મેન્ટમાં, ટ્રાન્ઝેકસન ખર્ચમાં તીવ્ર વધારાથી ઊંડી અસર થઈ છે. ૨૦૨૬ના બજેટમાં ફયુચર્સ પર એસટીટી ૦.૦૨ ટકાથી વધારીને ૦.૦૫ ટકા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જ્યારે ઓપ્શન પ્રીમિયમ પર ટેક્સ ૦.૧ ટકાથી વદારીને ૦.૧૫ ટકા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
આ પગલાં પર પ્રતિક્રિયા આપતા, ઝેરોધાના સ્થાપક નીતિન કામથે નિર્દેશ આપ્યો હતો કે, આ પગલું વિપરીત અસર કરી શકે છે, જે સંભવિત રીતે રોકાણકારોને ઓપ્શન્સ સેગ્મેન્ટમાં લઈ જશે, જેને વધુ સટ્ટાકીય માનવામાં આવે છે. પાંડેએ વિક્લી એક્સપાયરી કોન્ટ્રેક્ટની સંભવિત સમાપ્તિ વિશેની અફવાઓને પણ રદિયો આપ્યો હતો, જેને એસટીટી વધારા પછી કડકતાના બીજા તબક્કા તરીકે જોવામાં આવી હતી.

