BUSINESS : ઈટીએફ પ્રવાહ અટકી પડતા બિટકોઈને 90,000 ડોલરની સપાટી પણ ગુમાવી

0
39
meetarticle

ફુગાવાની ચિંતા વચ્ચે  ઈટીએફ પ્રવાહ અટકી પડતા બિટકોઈનની આગેવાની હેઠળ  ક્રિપ્ટોકરન્સીઝ માર્કેટમાં નોંધપાત્ર ધોવાણ થયું હતું. ૨૦૨૫માં બિટકોઈનમાં જોવા મળેલો સુધારો સંપૂર્ણ ધોવાઈ ગયો હતો અને ભાવ ફરી ૯૦,૦૦૦ ડોલરની અંદર સરકી ગયા હતા. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસ જેમ કે એથરમ, સોલાના, એકસઆરપીમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.

છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ઉપરમાં ૯૫૮૪૦ ડોલર અને નીચામાં છેલ્લા  ઘટી ૮૯૪૨૦ ડોલર સુધી જોવાયો હતો જે વર્તમાન વર્ષના ફેબુ્રઆરી બાદની નીચી સપાટી હતી. બિટકોઈન હાલમાં તેની ૨૦૦ દિવસની મુવિંગ એવરેજ કરતા પણ નીચે ટ્રેડ થઈ રહ્યો છે. મોડી સાંજે ભાવ ૯૧૪૧૫ ડોલર કવોટ થતો હતો. એથરમ ૩૨૧૪ ડોલર અને ૨૯૬૪ ડોલર વચ્ચે અથડાઈને મોડી સાંજે ૩૦૬૨ ડોલર કવોટ થતો હતો. એકસઆરપી પણ ઘટી ૨.૧૮ ડોલર જ્યારે સોલાના ૧૩૫ ડોલર કવોટ થતો હતો.ક્રિપ્ટો કરન્સીઝની એકંદર માર્કેટ કેપ ત્રણ ટકાથી વધુ ઘટી ૩.૧૩ ડોલર પર આવી ગઈ હતી. 

ટેરિફને કારણે અમેરિકામાં ફુગાવામાં હજુ વધારો થશે જેને કારણે ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરવાનું ટાળશે તેવી ગણતરીએ અમેરિકન સ્પોટ ઈટીએફસમાં નવો પ્રવાહ અટકી પડયો છે. વર્તમાન વર્ષમાં સ્પોટ ઈટીએફસમાં ૨૫ અબજ ડોલર જેટલો પ્રવાહ જોવા મળ્યો હતો. 

દરમિયાન છેલ્લા દોઢ મહિનામાં ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં રોકાણકારોની મૂડીમાં એક ટ્રિલિયન ડોલરથી વધુનું ધોવાણ થયું છે. કોઈનજેકો દ્વારા  પૂરા પડાયેલા ડેટા પ્રમાણે, ૬ ઓકટોબર બાદ માર્કેટ કેપમાં ૧.૨૦ ટ્રિલિયન ડોલરનો ફટકો પડયો છે.

અમેરિકામાં ફુગાવા ઉપરાંત વ્યાજ દરમાં ઘટાડો નહીં થાય તેવી શકયતાએ ભાવ દબાણ હેઠળ આવી ગયા છે. બિટકોઈનમાં દોઢ મહિનામાં ૨૮ ટકાનો ઘટાડો થયો છે. 

વર્તમાન  વર્ષના ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં બિટકોઈનમાં ૧૨૬૨૦૦ ડોલર આસપાસ વિક્રમી સપાટી જોવા મળી હતી. 

અમેરિકાને વિશ્વનું બિટકોઈન સુપરપાવર બનાવવાની ટ્રમ્પના નિવેદનો બાદ બિટકોઈનમાં વર્તમાન વર્ષમાં જોરદાર ઉછાળો આવ્યો હતો, જે હાલમાં સમી ગયો છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here