BUSINESS : ઊંચા તાપમાનની સાથોસાથ ઈન્ડકશનનો વપરાશ વધતા વીજ માંગમાં વધારો

0
23
meetarticle

યુદ્ધને કારણે દેશમાં ગેસ સિલિંડરના સ્થાને ઈન્ડકશનના વપરાશમાં થયેલા જોરદાર વધારા તથા ઊંચા તાપમાનને પરિણામે વીજ માગમાં અચાનક જ મોટો વધારો જોવા મળી રહ્યો છે. ગેસની અછતને કારણે વીજ વપરાશમાં વધારો થઈ રહ્યો છે. 

૨૦૨૫માં સ્થિર રહ્યા બાદ ૨૦૨૬ના વર્ષમાં દેશની વીજ માગમાં નોંધપાત્ર વધારો થવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. 

દેશના મોટાભાગના વિસ્તારોમાં રહેઠાણ તથા રેસ્ટોરાંમાં ગેસ સિલિંડરને બદલે ઈન્ડકસ (વીજથી ચાલતી એક પ્રકારની સગડી)ના વપરાશમાં વધારો થયો છે. બીજી બીજુ ઊંચા તાપમાનને પરિણામે એર કન્ડિશન્ડ જેવા કુલિંગ સાધનોનો ઉપયોગ પણ વધી રહ્યો છે જેને કારણે વીજની માગ વધી રહી છે, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. 

ગયા સપ્તાહમાં ધસારાના સમયે વીજ માગમાં મોટો વધારો થયાનું જોવા મળ્યું હતું. તાપમાનમાં વધારા ઉપરાંત ગેસ સિલિંડરની અછત વીજ માગમાં વધારા માટે કારણભૂત હોવાનું જણાવાઈ રહ્યું હતું.

ઈન્ડકશન વધુ વીજ માગતા હોવાનું  પણ આ ક્ષેત્રના જાણકારોએ જણાવ્યું હતું.  વર્તમાન વર્ષમાં વીજનો ટોચ માગ ૨૮૩  ગીગા વોટ પહોંચવા ધારણાં મૂકવામાં આવી રહી છે જે ૨૦૨૫ના ઉનાળામાં ૨૪૪ ગીગા વોટ રહી હતી. ૨૦૨૬માં વીજ માગનો નવો રેકોર્ડ જોવા મળવાની અપેક્ષા છે. 

હાલના ભૌગોલિકરાજકીય ઘટનાક્રમોને ધ્યાનમાં રાખતા એલએનજીના   ભાવ સતત ઊંચા રહેવાની શકયતા રહેલી છે એટલું જ નહીં ઊંચા તાપમાનને પરિણામે કોલસા આધારિત વીજ ઉત્પાદનમાં વધારો થયો છે, જેથી ધસારાના સમયની માગને પહોંચી વળાય એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. 

દરમિયાન વધી રહેલી વીજ માગને ધ્યાનમાં રાખી સરકારે કોલસાની ખાણના સંચાલકો તથા રેલવેને વીજ ઉત્પાદન એકમો ખાતે કોલસાનો પૂરવઠો વધારવા સૂચના આપી છે. યુદ્ધને કારણે ગેસ પૂરવઠો ખોરવાઈ જતા વીજ વપરાશમાં વધારો થયો છે. માગને ધ્યાનમાં રાખી વીજ ઉત્પાદન એકમોને સમારકામ માટે પ્લાન્ટ બંધ નહીં કરવા પણ સરકાર અનુરોધ કરવા યોજના ધરાવે છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here