BUSINESS : ઓકટોબરમાં સોનાની જંગી આયાતને પરિણામે પ્રથમ છ માસનો ઘટાડો સરભર

0
39
meetarticle

 ઊંચા ભાવને પરિણામે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતની સોનાની આયાત મૂલ્ય તથા વોલ્યુમ બન્ને રીતે નીચી રહી હતી પરંતુ ઓકટોબરમાં જંગી આયાતને પરિણામે પ્રથમ છ મહિનાનો ઘટાડો સરભર થઈ ગયાનું પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે.

૨૦૨૪ના ઓકટોબરમાં ૪.૨૦ અબજ ડોલરની સરખામણીએ વર્તમાન વર્ષના ઓકટોબરમાં સોનાની આયાત ત્રણ ગણી વધીને ૧૪.૭૦ અબજ ડોલર રહી હતી.

ઓકટોબરની ઊંચી આયાતને પગલે વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ઓકટોબરના ગાળામાં સોનાની આયાત વાર્ષિક ધોરણે ૨૧ ટકા વધી ૪૧.૨૦ અબજ ડોલર રહી છે.

 વર્તમાન વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં દેશની સોનાની આયાત ઘટી ૨૬.૫૧ અબજ ડોલર રહી હતી જે ગયા વર્ષના આ ગાળામાં ૨૯.૦૪ અબજ ડોલર રહેવા પામી હતી. વોલ્યુમની દ્રષ્ટિએ ૨૦૨૪ના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં આયાત ૪૦૧ ટન પરથી ઘટી ૨૯૯.૭૭ ટન રહેવા પામી છે.

સોના ઉપરાંત ચાંદીની આયાત પણ મૂલ્ય તથા વોલ્યુમની દ્રષ્ટિએ ઊંચી રહેવા પામી છે.વર્તમાન વર્ષમાં ચાંદીની આયાત ૨.૪૦ ગણી ઊંચી રહી ૫.૯૦ અબજ ડોલર જોવા મળી હોવાનું વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવે છે. 

તહેવારોની માગને પહોંચી વળવા ઓકટોબરમાં આયાત ઊંચી રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here