રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ અંગે હલચલ જોવા મળી રહી છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી અઠવાડિયે બન્ને દેશ વચ્ચે યોજાના દ્વીપક્ષીય ટ્રેડ ડીલની બેઠક હાલ પુરતી રદ્દ કરાઇ છે. આ મામલે આગામી તારીખ જલદી જ જાહેર કરાશે. ટેરિફ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પને ફટકાર લગાવવામાં આવી હતી. અમેરિકાની સુપ્રીમ કોર્ટે અગાઉ 10 ટકા અને બાદમાં 15 ટકા ટેરિફ લગાવવા માટે આદેશ જાહેર કર્યો છે.
આ નિર્ણય અમેરિકા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ લેવાયો છે. મુખ્ય ન્યાયાધિશ જોન રોબર્ટસની આગેવાનીની ખંડપીઠે કહ્યુ હતુ કે, IEEPA હેઠળ લગાવવામાં આવેલા રેસિપ્રોકલ અને ડ્રગ્સ ટ્રેફિંકિંગ સાથે જોડાયેલા ટેરિફ ગેરકાયદેસર છે. આ ટ્રમ્પ માટે મોટા ઝટકા સમાન છે. આ ટેરિફના કારણે અમેરિકાએ ભારત પર ભારે ડ્યુટી લગાવી હતી. કોર્ટના નિર્ણ બાદ ટ્રમ્પે જવાબી કાર્યવાહી કરી હતી.

ભારત-અમેરિકા વચ્ચે ફેબ્રુઆરીની શરૂઆતમાં ટ્રેડ ફ્રેમવર્ક પર સહમિત બની હતી. સંયુક્ત નિવેદનમાં અમેરિકાએ ભારતથી આયાત પર ટેરિફને 18 ટકા ઓછુ કરવા માટે વાત કરી હતી. આ ટેરિફ અમુક કિસ્સાઓમાં 50 ટકા સુધી લગાવાયા હતા. જ્યારે ભારતે અમેરિકાના સામાનો પર ઝીરો ટેરિફ આપવા માટે સહમતિ દર્શાવી હતી. આ વ્યાપક બાઇલેટર ટ્રેડ એગ્રીમેન્ટની દિશામાં પ્રથમ પગલું હતુ. પરંતુ કોર્ટના નિર્ણય અને નવા ટેરિફે હવે અનિશ્ચિતતા વધારી છે.
