BUSINESS : ક્રૂડ તેલના વાયદામાં રૂ.1920નો કડાકોઃ સોનાના વાયદામાં રૂ.3011 અને ચાંદીના વાયદામાં રૂ.14323નો તીવ્ર ઉછાળો

0
33
meetarticle

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.228650.6 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.35009.3 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.193641.19 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 36813 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.5382.12 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 23293.33 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.153550ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.154934 અને નીચામાં રૂ.152693ના મથાળે અથડાઈ, રૂ.150289ના આગલા બંધ સામે રૂ.3011ના ઉછાળા સાથે રૂ.153300ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.2754 વધી રૂ.122580 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.341ની તેજી સાથે રૂ.15356ના ભાવે બોલાયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.3270ની વૃદ્ધિ સાથે રૂ.152003 થયો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.150999ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.153697 અને નીચામાં રૂ.150999ના મથાળે અથડાઈ, રૂ.149023ના આગલા બંધ સામે રૂ.3431ની તેજી સાથે રૂ.152454ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.240601ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.246376 અને નીચામાં રૂ.240601ના મથાળે અથડાઈ, રૂ.231348ના આગલા બંધ સામે રૂ.14323ના ઉછાળા સાથે રૂ.245671ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.14463 ઊછળી રૂ.248317ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.14448ની તેજી સાથે રૂ.248400ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 2787.30 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ.26.5 વધી રૂ.1186.05 થયો હતો. જસત એપ્રિલ વાયદો રૂ.1.35 વધી રૂ.330.35ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો રૂ.1 ઘટી રૂ.354.75ના સ્તરે પહોંચ્યો હતો. સીસું એપ્રિલ વાયદો 30 પૈસા ઘટી રૂ.195.5ના સ્તરે પહોંચ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 8836.57 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી એપ્રિલ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4720ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4947 અને નીચામાં રૂ.4720ના સ્તરને સ્પર્શી, રૂ.116 વધી રૂ.4842ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.10243ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.10243 અને નીચામાં રૂ.8749ના મથાળે અથડાઈ, રૂ.10669ના આગલા બંધ સામે રૂ.1920ના ભાવઘટાડા સાથે રૂ.8749ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.1920 ઘટી રૂ.8747ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.14 ઘટી રૂ.255.8 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ.13.8 ઘટી રૂ.256.2 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.1051ના ભાવે ખૂલી, રૂ.4.2 ઘટી રૂ.1019ના સ્તરે પહોંચ્યો હતો. કોટન એપ્રિલ વાયદો રૂ.110 ઘટી રૂ.28500 થયો હતો. એલચી એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.2570ના ભાવે ખૂલી, રૂ.17 વધી રૂ.2669ના સ્તરે પહોંચ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here