BUSINESS : બિટકોઈનમાં સતત ધોવાણ: ભાવ ગબડી 95900 ડોલરની અંદર

0
47
meetarticle

અમેરિકામાં આર્થિક ડેટાને લઈને પ્રવર્તતી અસ્પષ્ટતા તથા ફેડરલ રિઝર્વની આવતા મહિનાની બેઠકમાં વ્યાજ દર અંગે ચોક્કસ દિશાના અભાવે વર્તમાન સપ્તાહ ક્રિપ્ટો કરન્સીસ માટે નબળુ પસાર થયું હતું.

 મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનનો ભાવ વર્તમાન સપ્તાહમાં દસ ટકા જેટલો ઘટી છેવટે ૯૫૮૯૦ ડોલર કવોટ થતો હતો. અન્ય ક્રિપ્ટો એથરમ પણ સપ્તાહમાં ૧૧ ટકા ઘટી ૩૨૦૦ ડોલરની અંદર ઊતરી ગયો હતો. ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં ઓલટાઈમ હાઈ સપાટીએથી બિટકોઈનમાં ૨૫ ટકા જેટલું કરેકશન આવ્યું છે. 

ક્રિપ્ટોસના ભાવમાં કડાકાને પરિણામે ક્રિપ્ટો સંબંધિત ઈક્વિટીસના ભાવ પણ અમેરિકાની બજારોમાં નીચા બોલાતા હતા.  અમેરિકામાં ૪૩ દિવસ સુધી ચાલેલા સૌથી લાંબા શટડાઉન દરમિયાન રોજગાર તથા ફુગાવા જેવા મહત્વના ડેટા જાહેર નહીં થતા ખેલાડીઓમાં અસમંજસની સ્થિતિ હતી. ફેડરલ રિઝર્વ સામાન્ય રીતે વિવિધ આર્થિક ડેટાને આધારે વ્યાજ દરનો નિર્ણય લેતું હોય છે. શટડાઉન સમાપ્ત થઈ ગયું છે, પરંતુ ડેટા હજુ જાહેર કરાતા નથી. ઓકટોબરના આર્થિક ડેટા જાહેર થવા સામે પણ શંકા સેવાઈ રહી છે. 

શટડાઉનની સમાપ્તિ બાદ મંજુર થયેલા  સ્પેન્ડિંંગ બિલ સરકાર૩૦ જાન્યુઆરી સુધી જ વહીવટ માટે  કાર્યરત રહી શકશે, જેને કારણે પણ રોકાણકારોનું માનસ ખરડાયેલું છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here