BUSINESS : મની લોન્ડરિંગ કેસમાં ટીના અંબાણીની મુશ્કેલી વધી, પૂછપરછ માટે હાજર ન થતાં ફરી સમન્સ

0
16
meetarticle

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મની લોન્ડરિંગના એક કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) ટૂંક સમયમાં જ તેમને નવું સમન્સ જારી કરશે. અગાઉ એજન્સીએ સોમવારે તેમને હાજર થવા જણાવ્યું હતું, પરંતુ તેઓ હાજર ન રહેતા હવે એજન્સી તેમને ફરીથી પૂછપરછ માટે બોલાવશે.

આ સમગ્ર મામલો અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત મેનહેટનમાં એક આલીશાન પ્રોપર્ટી (લક્ઝરી કોન્ડોમિનિયમ)ની ખરીદી અને તેની સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારો એટલે કે મની ટ્રેલ સાથે સંકળાયેલો હોવાનું મનાય છે.આ તપાસના ભાગરૂપે EDએ તાજેતરમાં જ ‘રિલાયન્સ કોમ્યુનિકેશન'(RCom)ના પૂર્વ પ્રેસિડન્ટ પુનીત ગર્ગની ધરપકડ કરી હતી અને તેમની પૂછપરછ પણ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ(ADAG) વિરુદ્ધ કથિત બેન્ક છેતરપિંડી અને નાણાકીય ગેરરીતિઓના અનેક કેસોની તપાસ કરવા માટે EDએ તાજેતરમાં એક વિશેષ તપાસ ટીમ(SIT)ની પણ રચના કરી છે. હવે એજન્સી ટીના અંબાણીના જવાબના આધારે આ મામલે વધુ તપાસ આગળ ધપાવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here