Gold Silver : કોમોડિટી વાયદા બજારમાં આજે સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓમાં તેજીનું જોર જોવા મળ્યું છે. દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો નજીક છે ત્યારે વૈશ્વિક તેમજ સ્થાનિક પરિબળોની અસરે રોકાણકારોમાં ખરીદીનો માહોલ જોવા મળતા સોના અને ચાંદીના વાયદામાં ઉછાળો નોંધાયો છે, જેમાં ખાસ કરીને ચાંદીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે વાયદા બજાર ખુલતાં જ ચાંદીમાં પ્રતિ કિલોએ 2793 રૂપિયાનો કુલ ઉછાળો આવ્યો હતો. જ્યારે સોનું પણ પ્રતિ ગ્રામ 580 રૂપિયા મોંઘુ થયું હતું.
ચાંદી ફરી રૂ. 1,80,000 ની સપાટી પાર
વાયદા બજારમાં ચાંદીએ ફરી એકવાર રોકાણકારોનું ધ્યાન ખેંચતા રૂ. 1,80,000 ની સપાટીને વટાવી દીધી છે. MCX પર 04-Dec-2026 ના વાયદાની કોન્ટ્રાક્ટ વિગતો મુજબ, ચાંદીનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) ₹1,79,132.00 હતો, જેની સામે આજનો નવો ઓપન ભાવ ₹1,81,094.00 ના મથાળે ખૂલ્યો હતો. શરુઆતી કારોબારમાં ચાંદી ઊંચામાં ₹1,81,925.00 અને નીચામાં ₹1,80,787.00 સુધી અથડાઈને હાલ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહી છે.

સોનાની વાયદા બજારમાં સ્થિતિ
બીજી તરફ, સોનાના વાયદામાં પણ તેજી જળવાઈ રહી છે. સોનાનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) ₹1,38,485.00 હતો, જે વધારા સાથે આજે નવો ઓપન ભાવ ₹1,39,003.00 ના સ્તરે ખૂલ્યો હતો. કારોબાર દરમિયાન સોનું ઊંચામાં ₹1,39,065.00 અને નીચામાં ₹1,38,648.00 સુધી રહ્યું હતું.
તહેવારો અને લગ્નની સિઝન અગાઉ કિંમતી ધાતુઓમાં આવી રહેલી આ તેજીથી બજારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

