BUSINESS : સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો! ચાંદી ₹4,500 સસ્તી, છતાં મહિનામાં 11%ની તેજી

0
7
meetarticle

Gold Silver Price : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી તૂટયા હતા. પ્લેટીનમ તથા ક્રૂડતેલ અને કોપરના ભાવ પણ તૂટયા હતા. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૪૧૬૮૫ તથા ૯૯૯ના રૂ.૧૪૨૨૫૫ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂ.૩૦૦૦ ગબડી રૂ.૧૯૦૪૭ ૮ બોલાયા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાની ચર્ચા હતી. દરમિયાન, મુંબઈ પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૧૭૦૬ વાળા આજે ઘટી રૂ.૫૮૨૮૩ બોલાતા થયા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૦૪૮થી ૪૦૪૯ વાળા ઘટી નીચામાં ભાવ ૪૦૧૫ થઈ ૪૦૩૨થી ૪૦૩૩ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૪૬૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૬૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૪૫૦૦ તૂટી રૂ.૧૯૩૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૫૩.૮૪ વાળા નીચામાં ભાવ ૫૨.૪૮ થઈ ૫૨.૭૯થી ૫૨.૮૦ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૧૫૪૫ વાળા ઘટી નીચામાં ભાવ ૧૪૯૫ થઈ ૧૪૯૬થી ૧૪૯૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંસના૧૦૨૬ વાળા નીચામાં ભાવ ૯૯૭ થઈ ૧૦૦૨થી ૧૦૦૩ ડોલર રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવમાં પીછેહટ દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૧૧૫.૩૫ વાળા ઘટી ૧૧૩.૨૫ થઈ ૧૧૩.૮૧ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૧૦૦.૫૬ થઈ ૧૦૧.૩૫ ડોલર રહ્યા હતા. ઈરાન યુદ્ધમાં શાંતિ માટે પ્રયત્નોને વેગ મળતાં ક્રૂડના ભાવ મંથલી ધોરણે એકંદરે ૧૧ ટકા વધ્યા છે તથા એપ્રિલ પછીની નવી ટોચ બજારમાં દેખાઈ હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૧૫ ટકા માઈનસમાં રહ્યા હતા.


દરમિયાન, ઈરાન યુદ્ધના પગલે જહાજી ભાડા વધતાં ભારતના ઓઈલ રિફાઈનર્સનો આધાર મધ્ય પૂર્વની સપ્લાય તરફ વધુ વધ્યો છે. ફિઝીકલ બજારમાં ઓઈલ રિફાઈનર્સ દ્વારા બ્રેન્ટના ભાવ પર બેરલના આશરે ૧૫થી ૨૦ ડોલરના પ્રીમિયમ ચૂકવવામાં આવી રહ્યાની ચર્ચા બજારમાં આજે સંભળાઈ રહી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here