BUSINESS : સોનામાં રૂ.1500નો ઘટાડો : ચાંદી રૂ.10000 તૂટી : વિશ્વ બજારમાં ઉછળકુદ

0
13
meetarticle

મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવ આરંભમાં નીચ ખુલ્યા પછી ફરી ઉંચકાયા હતા. જો કે ગુરૂવારના બંધ ભાવ કરતાં શુક્રવારના  બંધ ભાવ એકંદરે નીચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૮૪૮થી ૪૮૫૯ ડોલરવાળા ભાવ નીચામાં ૪૬૫૫ ડોલર થયા પછી ઉંચામાં ભાવ ૪૯૨૫ થઈ ૪૯૨૦થી ૪૯૨૧ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા વૈશ્વિક ક્રૂડતેલની વધઘટ પાછળ વૈશ્વિક સોનાના ભાવમાં પણ આજે મોટી ઉછળકુદ દેખાઈ હતી. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર ભાવ આરંભમાં ઘટયા પછી બપોર પછી ફરી ઉછળતાં તેની ઈમ્પેકટ પણ આજે દેશના ઝવેરી બજારોમાં જોવા મળી હતી.

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં  આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૫૦૦ તૂટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૮૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૮૫૦૦ રહ્યા હતા.  જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ વધુ રૂ.પાંચ હજાર તૂટી રૂ.૨૫૫૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૬.૩૭ વાળા નીચામાં ભાવ ૬૪.૦૯ ડોલર તતા ઉંચામાં ભાવ ૭૫.૮૮ થઈ ૭૫.૬૫થી ૭૫.૬૬ ડોલર રહ્યા હતા.પ્લેટીનમના ભાવ વિશ્વ બજારમાં ૨૦૩૬ ડોલર વાળા તૂટી નીચામાં ભાવ ૧૮૩૭ તથા ઉંચામાં ભાવ ૨૦૩૪ થઈ ૨૦૩૩થી ૨૦૩૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૬૮૩ વાળા નીચામાં ભાવ ૧૫૬૨ તથા ઉંચામાં ભાવ ૧૬૯૬ થઈ ૧૬૯૫ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૩ ટકા માઈનસમાં રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટીવગર ૯૯૫ના રૂ.૧૫૧૮૯૧ વાળા રૂ.૧૫૦૮૮૨ ખુલી  રૂ.૧૫૧૪૬૯ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૫૨૫૦૨ વાળા રૂ.૧૫૧૪૮૯ ખુલી રૂ.૧૫૨૦૭૮ બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૫૪૩૩૯ વાળા રૂ.૨૪૧૧૮૪ ખુલી રૂ.૨૪૪૯૨૯ બંધ રહ્યા હતા. 

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. પ્લટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૫૪૦૬ વાળા રૂ.૬૩૩૫૭ ખુલી રૂ.૬૩૮૨૮ રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલવદીઠ ૬૮.૩૫  વાળા ઉંચામાં ભાવ ૬૮.૮૨ તથા નીચામાં ભાવ ૬૩.૮૭ થઈ ૬૭.૩૪ ડોલર રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here