BUSINESS : સોનામાં રૂ.3500 તથા ચાંદીમાં રૂ.20000નો સ્પ્રિંગ જેવો ઉછાળો

0
17
meetarticle

વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે વિક્રમી તેજી વેગથી આગળ વધી હતી તથા ભાવમાં નવો ઈતિહાસ સર્જાયો હતો. અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૩૫૦૦ ઉછળી ૯૯૫ના ભાવ રૂ.૧૬૩૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૩૫૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના ઝડપી રૂ.૨૦ હજાર ઉછળી રૂ.૩ લાખ ૩૦  હજારને આંબી ગયા હતા.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૯૩૭થી  ૪૯૩૮ ડોલરવાળા ઉછળી છેલ્લે ભાવ સપ્તાહના અંતે  ૪૯૮૭થી ૪૯૮૮ ડોલર બોલાયા હતા.  ઘરઆંગણે  વિશ્વ બજારમાં ચાંદીના ભાવ તોફાની તેજી વચ્ચે ઔંસના ૯૯.૧૦થી ૯૯.૧૧ ડોલરવાળા ઉછળી ૧૦૦ ડોલર પાર કર્યા પછી ઉપરમાં ભાવ ૧૦૩ ડોલરની સપાટી કુદાવી છેલ્લે ભાવ સપ્તાહના અ ંતે ૧૦૩.૧૯થી ૧૦૩.૨૦ ડોલર રહ્યાના નિર્દેશો મળ્યા હતા.સોનાના ભાવ બે દિવસમાં રૂ.૬૫૦૦ વધી ગયા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૮.૪૮ થયા પછી નીચામાં ૯૭.૪૩ થઈ ૯૭.૪૬ રહ્યાના સમાચાર હતા. અમેરિકામાં બેરોજગારીના દાવા વધ્યા હતા સામે ત્યાં કન્ઝયુમર સેન્ટીમેન્ટનો ઈન્ડેક્સ, ઉંચકાયો હતો. ડોલરના વૈશ્વિક ઈન્ડેક્સમાં સાપ્તાહિક ઘટાડામાં ૮ મહિનાનો રેકોર્ડ તૂટયો હોવાનું મુંબઈ ઝવેરી બજારમાં આજે  શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી., મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૪૦૦૦ વધી ૯૯૫ના રૂ.૧૫૭૫૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૮૦૫૦ બોલાયા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૩૧૧૭૦૫થી વધી રૂ.૩૩૦૦૦૦ રહ્યા હતા.

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૭૧૦થી વધી ૨૭૮૩ થઈ ૨૭૭૮થી ૨૭૭૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંસના ૧૯૭૩ વાળા ઉછળી ૨૦૦૦ ડોલરની સપાટી પાર કરી ઉંચામાં ભાવ ૨૦૨૮ થઈ છેલ્લે   ૨૦૧૭થી ૨૦૧૮ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક કોપરના ભાવ વધુ ૨.૯૨ ટકા વધ્યા હતા તથા ટનના ભાવ કોપરના વધી ૧૩ હજાર ડોલરની ઉપર ગયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૫.૨૪ વાળા ઉંચામાં ભાવ ૬૬.૩૩ થી ૬૫.૮૮ ડોલર રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here