સોમવારે સોનાના ભાવમાં ફેરફાર આવ્યો છે. અત્યાર સુધી સોનાના ભાવ ઘટી રહ્યા હતા પરંતુ હવે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે.
સોમવારે સવારે એમસીએક્સ પર સોનાના ડિસેમ્બર કોન્ટ્રે્ક્ટમાં લગભગ 1.14 ટકાનો વધારો થયો અને લગભગ 1,22,449 પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો હતો. આ સાથે સાથે ચાંદી લગભગ 2 ટકા તેજી સાથે 150720 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઇ છે. આ તેજી બજાર માટે મહત્વપૂર્ણ છે કારણ કે છેલ્લા કેટલાક સત્રોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો, પરંતુ પછી સકારાત્મક વળાંક જોવા મળ્યો.
અમેરિકામાં સરકારી શટડાઉન 40મા દિવસે પહોંચી ગયું છે. આ અત્યાર સુધીનો સૌથી લાંબો શટડાઉન છે. તેનાથી આર્થિક પ્રવૃત્તિ પર નકારાત્મક અસર થવાની ચિંતા વધી છે અને રોકાણકારો સુરક્ષિત વિકલ્પો તરફ વળ્યા છે. પરિણામે સોના અને ચાંદી જેવા સલામત રોકાણોની માંગ ફરી વધી છે.

ડોલર ઇન્ડેક્સ નબળો પડ્યો છે, જેના કારણે ડોલર સામે રોકાણકારો માટે સોનું અને ચાંદી વધુ આકર્ષક બને છે. જ્યારે ડોલર નબળો પડે છે ત્યારે ભારત જેવા દેશોમાં (જ્યાં રૂપિયા-ડોલરનો સંબંધ મહત્વપૂર્ણ છે) આ ધાતુઓના ભાવ વધે છે. દરમિયાન, યુએસ જોબ માર્કેટ અને ગ્રાહક ભાવનામાં નબળાઈ જોવા મળી છે. આ સંકેતોએ આશા જગાવી છે કે ફેડરલ રિઝર્વ ડિસેમ્બરમાં વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. જ્યારે વ્યાજ દર ઘટાડવામાં આવે છે ત્યારે સોના અને ચાંદીમાં વધુ વધારો જોવા મળી શકે છે.
મોટા શહેરોમાં સોના ચાંદીનો ભાવ (ગુ઼ડ રિટર્ન અનુસાર )
શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,22,070 1,11,900
સુરત 1,22,070 1,11,900
ચેન્નાઇ 1,22,950 1,12,700
મુંબઇ 1,22,020 1,11,850
દિલ્હી 1,22,170 1,12,200
કોલકાતા 1,22,020 1,11,850
વડોદરા 1,22,070 1,11,900

