GUJARAT : કપાસ આયાત ઉપર ડ્યુટી હટાવી, મોદી સરકારે સીધુ નુકશાન ખેડૂતોને આપ્યું..

0
50
meetarticle

કપાસ આયાતની ડ્યુટી ઉપર થતી ખેતી ઉપરની અસરો ઉપર આપણે સૌએ પણ નજર રાખવી જોઈએ.

કપાસ ભારતનો સૌથી મહત્વના રોકડિયા પાક પૈકીનો એક છે..

ભારતમાં કપાસ આધારિત ટેક્સટાઇલ ઉદ્યોગ ક્ષેત્ર કૃષિ પછી બીજા નંબરે રોજગારી પૂરી પડતુ ક્ષેત્ર છે…

કપાસની ખેતી ભારતમાં ૩૦૦ લોકસભા ક્ષેત્રને પ્રભાવિત કરે છે..

કપાસની ખેતીના પાકનું ઉત્પાદન તેના ઘરમાં મોટે ભાગે ઓક્ટોબર થી ડિસેમ્બર સુધીના આવે છે..

ભારત સરકારે આ જ દરમ્યાન અમેરિકાથી આયાત થતા વિદેશ કપાસ ઉપર જે ૧૧ % ડ્યુટી હતી તે હટાવી દિધી..

અમેરિકન કપાસની ગુણવત્તા ભારતના કપાસ કરતા સારી હોય છે અને સસ્તો પણ પડે છે..

હજુ ભારતનો કપાસ વેચાણમાં આવ્યો નથી ત્યારે ભારત સરકારે કપાસ ઉપર ૧૧ % ડ્યુટી હટાવી અને કપાસની એક ગાંસડી ૫૬૦૦૦ ₹ (૩૫૬ kg) હતા તેમાં ૧૧૦૦ ₹ ભાવ તૂટ્યો…જ્યારે અમેરિકન કપાસની કિંમત ૫૧૦૦૦ ₹ છે..

ભારતના ખેડૂતો આશરે ૩૦૦ લાખ ગાંસડીનું ઉત્પાદન કરે છે,તેમાંથી માત્ર ૧૦૦ લાખ ગાંસડી CCI ટેકાના ભાવે ખરીદી કરે છે.(કુલ ઉત્પાદનના ૩૦ % ) જ્યારે ટેક્સટાઇલ ઉદ્યોગને ૩૧૭ લાખ ગાંસડીની જરૂરિયાત છે.

ત્યારે સ્વાભાવિક છે કે ટેક્સટાઇલ ઉદ્યોગ ગૃહો અમેરિકાથી આવતા સસ્તા અને ગુણવત્તા વાળા કપાસ ખરીદવાનો વિકલ્પ કરે…

ભારતમાં કપાસની ખેતીનો મુખ્ય આધાર ભારત સરકારની ટેક્સટાઇલ મંત્રાલય અને કોટન કોર્પોરેશન ઓફ ઇંડિયા (CCI) ઉપર છે અને આ બંને ઉપર ઉદ્યોગગૃહોનું પ્રભુત્વ છે..એટલે જે સ્થાનિક કે વૈશ્વિક માર્કેટની આર્થિક થપાટ દેશનો અન્નદાતા જ સહન કરે છે…

ખેડૂતોને કપાસની MSP મળે તે હેતુથી ભારત સરકાર વતી કોટન કોર્પોરેશન ઓફ ઇંડિયા (CCI) ટેકાના ભાવે કપાસ ખરીદી કરે છે, આ ખરીદાયેલ કપાસ તે વેચાણ કરે છે તેમાં નફો મળે તો CCI પોતાની પાસે રાખે છે અને ખોટ જાય તો કેન્દ્ર સરકાર સબસિડી આપે છે..આ ખેડૂતોને સહાય નહીં, ખેડૂતોનો વેપાર કર્યો કહેવાય..

કપાસની ખેતીની ક્રોનોલોજી સમજીએ…. ખેડૂત – ટેક્સટાઇલ મંત્રાલય – CCI કે ગારમેન્ટ ઉદ્યોગ ગૃહો આ પૈકી માત્ર ખેડૂત સિવાય તમામ આર્થિક રીતે સુરક્ષિત છે…તો ખેડૂત કેમ નહીં ?

સવાલના ઉકેલ આપે :
🔺CCI નુકશાની કરે તો તેને કેન્દ્ર સરકાર સહાય ચૂકવે છે તેમ MSP ન મળે તે તમામ ખેડૂતોને નુકશાનીની સહાય ચૂકવવામાં આવે.

🔺 ટૂંક સમયમાં ભારતના ખેડૂતોનો કપાસ વેચાણ માટે બજારમાં આવશે તે જ દરમ્યાન આવશે અમેરિકન કપાસની આયાત થશે…અને આ કપાસ ભારતના કપાસ કરતા સસ્તો અને ગુણવતા વાળો હોવાને કારણે ભારતમાં ખેડૂતોને અકલ્પ્ય આર્થિક નુકશાની ભોગવવાનો વખત આવશે, આ અંગે ૩૦ દિવસમાં કેન્દ્ર સરકાર ખેડૂતોના કપાસના ભાવ મળે તેનો વિકલ્પ આપે….

🔺ભારતમાં કપાસનું ઉત્પાદન ૩૦૦ લાખ ગાંસડી છે અને ટેક્સટાઇલ ઉદ્યોગગૃહોને ૩૧૭ લાખ ગાંસડી ની જરૂરિયાત છે તો સ્વદેશી માલના નારા સાથે ભારતનો તમામ કપાસ CCI દ્વારા ખરીદવામાં આવે અને તેવી વ્યવસ્થા કરવામાં આવે જેથી ઉદ્યોગગૃહોની પૂર્ણ જરૂરિયાત સંતોષાય અને ખેડૂતોને કપાસની MSP મળી રહે.

આ તમામ ઉપાધિ પ્રધાનમંત્રી મોદી જી ને કારણે છે, દેશ મહા મુશ્કેલીમાં છે કે જે પોતાના દોસ્ત દેશ પાસેથી દેશનું ભલુ કરાવી ન શકયા તો દુશ્મન દેશ પાસે શું રાખ ભલુ કરાવી શકે.. !

આજ કારણોસર ખેડૂતો સ્પષ્ટ થઈ ગયા છે કે ભારતની કૃષિ ક્ષેત્રની બરબાદી પાછળ માત્ર મોદી જવાબદાર છે..

મનહર પટેલ
પ્રવક્તા,ગુજરાત કોંગ્રેસ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here