ડભોઈનાભીલાપુર અને કુંઢેલાગામે કેબલચોરને આતંક વીજ કંપનીના રૂ।.૨.૨૬ લાખના કે બલની ચોરી ડભોઇ તાલુકામાં વીજ કંપની દ્વારા જ્યોતિ ગ્રામ યોજના હેઠળ ખેતરમાં વીજ પુરવઠો આપવામાં આવે છે. તે માટે | ખેતરમાં નાખવામાં આવેલા વીજ કેબલ પૈકી ભીલાપુર અને કુંઢેલા ગામેથી ₹२,२९,८१५ રૂપિયાના એલ્યુમિનિયમ કેબલ તસ્કરો ચોરી ગયા હોવાથી મામલો ડભોઇ પોલીસે પહોંચ્યો હતો.
મળતી વિગત મુજબ શહેરના કલાલી રોડ પર મેટ્રિક હોમ્સ માં રહેતા પરાગ મનુ પટેલે ડભોઈ પોલીસમાં જણાવ્યું હતું કે ચોથી જુલાઈની સાંજે છ વાગ્યાથી છઠ્ઠી જુલાઈ સવારે ૯:૦૦ વાગ્યા દરમિયાન લીલાપુર ગામના મહેશ જીવણ પટેલ, ભાવપુરા ગામના ચંદ્રિકાહસમુખ પટેલ ના ખેતરમાં નાખવામાં આવેલા વીજ કેબલ પૈકી %૧,૫૧૫ રૂપિયાના કેબલની તસ્કરોએ ચોરી કરી હતી. બીજા બનાવની વિગત મુજબ ઉત્તર પ્રદેશના મૂળ વતની અને હાલ સાઠોર ગામે રહેતા વીજ કોન્ટ્રાક્ટર શૈલેન્દ્રસિંહ લાખનસિંહ બરરૂએ ડભોઈ પોલીસમાં જણાવ્યું હતું કે ૧૩મી ઓગસ્ટે સાંજે સાત વાગ્યા સવારે ૯:૦૦ વાગ્યા દરમિયાન કુંઢેલા ગામના નર્મદા માઈનોર કેનાલ નજીક જ્યોતિ ગ્રામ યોજના હેઠળ નંખાયેલા એલ્યુમિનિયમના વીજ વાયર પૈકી કુલ જા રૂપિયા ૨,૪૫, ૩૦૦ના કેબલ કટ કરી તસ્કરો લઈ ગયા હતા. પોલીસે કેબલ ચોરોની તપાસ શરૂ કરી છે.


