GUJARAT : અંકલેશ્વરની વાલિયા ચોકડી પર દબાણ હટાવ ઝુંબેશ

0
47
meetarticle

અંકલેશ્વરની વાલિયા ચોકડી પર લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નેશનલ હાઇવે પરના વાહન વ્યવહારને સરળ બનાવવા માટે, ગેરકાયદે દબાણોને હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.


આ કાર્યવાહીમાં અંકલેશ્વર મામલતદાર, માર્ગ અને મકાન વિભાગ, બૌડા અને નોટિફાઇડ એરિયા ઓથોરિટીની સંયુક્ત ટીમ જોડાઈ હતી. કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઝુંબેશના કારણે લારી-ગલ્લાં અને અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. તંત્ર દ્વારા આ માર્ગ વિસ્તરણની કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે, જેનાથી વાહનચાલકોને મોટી રાહત મળશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here