જેતપુર શહેરના અમરનગર રોડ પરથી વિદેશી દારૂની ૧૯૬ બોટલો સાથે કાર ઝડપાઈ હતી. જેમાં રાજસ્થાનના એક આરોપી ઝબ્બે કરાયો હતો. એલસીબી ટીમે રાજસ્થાનના આરોપીને વિદેશી દારૂ, એક મોબાઈલ, અને ટાટા હેરીયર કાર મળી કુલ રૂ.૧૨.૫૯.૮૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પીએસઆઇ આર.વી.ભીમાણી સાથે નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ.કોન્સ નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, દિવ્યેશભાઈ સુવા, હરેશભાઈ પરમાર પો.કોન્સ મીરલભાઈ ચંદ્રવાડીયાને સંયુક્ત બાતમી આધારે જેતપુર શહેરના અમરનગર રોડ કાશીવિશ્વનાથ મંદિર વાળી શેરીમાં રોડ ઉપર ટાટા હેરીયર કારમાંથી વિદેશી દારૂની પેટીઓ હેરફેર સમયે હાજર આરોપી હરીશ રામનારાયણ એચરા (રહે. વીરવા ગામ તા.ચીતલવાના જી.જાલોર રાજસ્થાન)ને ઝડપી પાડી આ હેરીયર કારની સધન તલાશી લીધી હતી.
અને આ હેરીયર કારમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂની બોટલો નંગ ૧૯૬ કિંમત રૂ. ૨.૫૪.૮૦૦૦ મોબાઈલ નંગ એક કિંમત રૂ. ૫.૦૦૦ અને ટાટા હેરીયર કાર કિંમત રૂ. ૧૦.૦૦.૦૦૦ મળી કુલ રૂ. ૧૨.૫૯.૮૦૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલ આરોપી રાજસ્થાનથી દારૂ સપ્લાય કરવા આવ્યો હતો તે હરીશ રામનારાયણ એચરા (રહે-વીરવા જી.જાલોર રાજસ્થાન) દારૂનો જથ્થો ભરી આપનાર રાજેન્દ્ર બીશ્રોઈ (રહે-ચોરટન જી.બાડમેર રાજસ્થાન) જેતપુર ખાતે વિદેશી દારૂનો જથ્થો મંગારનાર શખ્સ કુલદીપ ઉર્ફે કેતન મનુભાઈ મોયા (રહે-ચાપરાજપુર તા.જેતપુર) તથા અજીત ભરતભાઈ ડાંગર (રહે-જેતપુર) વિરુદ્ધ જેતપુર સીટી પોલીસમાં પ્રોહી હેઠળ ગુન્હો દાખલ કરી આ કેસના મુળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
REPOTER : (સુરેશ ભાલીયા જેતપુર)


