VADODARA : ડભોઇ તાલુકાના મોતીપુરા ગામ પાસે બોડેલી તરફથી વડોદરા તરફ જતા કારચાલકે ત્રણ બાઈકને અડફેટે લેતા 1 વ્યક્તિનુ મોત

0
60
meetarticle

ડભોઇ તાલુકાના મોતીપુરા ગામ પાસે બોડેલી તરફથી વડોદરા તરફ જતા કારચાલકે ત્રણ બાઈકને અડફેટે લીધી પૂરપાટ કાર હંકારી આવતા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા માર્ગની બાજુમાં ઉભેલા ત્રણ બાઇક ચાલકોને અડફેટ લીધા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત એક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત તથા 108 એમ્બ્યુલન્સ દ્વારા ડભોઇ રેફરલ હોસ્પિટલ ખસેડાયા અકસ્માતમાં મોતને ભેટનાર અકબરભાઈ ઇસ્માઈલભાઈ રાઠોડ ઉંમર વર્ષ 45 મોતીપુરા નો રહેવાસી હોવાનું જાણવા મળે છે

અનેઅકસ્માત કરનાર ને લોકોએ કાર ચાલકને પકડીને પોલીસ ને સોંપવામાં આવ્યો હતો.પોલીસે ધરપકડ કરી ડભોઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી…સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ડભોઇ તાલુકાના મોતીપુરા ગામના અકબરભાઈ ઈસ્માઈલભાઈ રાઠોડ ઉંમર વર્ષ 45 નાઓ મોટર સાયકલ લઈને સામે અમલપુર માંગરોલ જઈ રહ્યા હતા દરમિયાન બોડેલી તરફ થી કાર ચાલક પૂર ઝડપે હંકારી જતા દરમિયાન મોટરસાયકલ ચાલક ને અડફેટ માં લેતા મોટર સાયકલ ચાલક રોડ ઉપર ફંગોળાઈ જતા શરીરે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે તેઓનું કરુણ મોત હતું નિપજ્યું હતું અને કાર ચાલક એટલો બધો પૂર ઝડપી હતો કે આગળ ઊભેલી બે ત્રણ બાઈકો તેને પણ અડફેટમાં લેતા કચ્ચરઘાણ વાળી દીધો હતો અને બીજા એક ભાઈ રોડ ની સાઈડ ઉભા હતા તેને પણ અડફેટમાં લેતા એને શરીર ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે અકસ્માતે મોત નો ગુનો પોલીસે દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી…

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here