ડભોઇ શહેર તાલુકામાં ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીના પાવન પર્વ પ્રસંગે નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી ના ગગનભેદી નાદ રાત્રીના બારના ટકોરે ગુંજી ઉઠ્યા હતા. વૈષ્ણવ સમાજ દ્વારા ઉમંગ અને ભક્તિભાવ વચ્ચે નાના મોટા સૌએ આનંદપૂર્વક ભાગ લીધો હતો
આજના પાવન પર્વ પ્રસંગે ભક્તિ સંસ્કૃતિ અને આનંદનો સુમેર સર્જાયો હતો અને સમગ્ર નગરી શ્રી કૃષ્ણમય વાતાવરણ જોવા મળ્યું હતું. ઝારોલાવગા મંદિર ખાતે તેમજ નગરની વિવિધ સોસાયટીઓમાં કૃષ્ણ જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી ધામ ધુમ પૂર્વક કરવામાં આવી હતી.
રાત્રિના બાર વાગ્યા પછી ટાવર લાલ બજાર વિસ્તારમાં ભજીયા ની લોકોએ મોજ માણી હતી.ડભોઈ ટાવર રોડ પર આવેલું રામજી મંદિર, ઝરોલા વાઘામાં આવેલુંદ્વારકેશ જન્માષ્ટી મંદિર ખાતે પણ ધૂમધામથી ઉજવાયું હતું કાર્યકરો મોટીસંખ્યામાં હાજર રહ્યાં હતાં મટકી ફોડી હતી તેમજ સાઠોદ મંડળા ગામે શ્રી રામજી મંદિર સહિત સમગ્ર પંથક માં જન્માષ્ટમી પર્વ ની ભારે શ્રધ્ધાપૂર્વંક અને હર્ષોલ્લાસ સાથે મનાવાયો હતો..વિઓ :– ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ નિમિત્તે, જન્માષ્ટમી પર્વ ને મનાવતા સમગ્ર ડભોઈ પંથક માં ,નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના જય ઘોષ સાથે, ભજન કીર્તન, મહાઆરતી,મટકી ફોડ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા..
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ



