સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા શાખા લસુન્દ્રા દ્વારા ગ્રામ પંચાયત લસુન્દ્રામાં નાણાકીય સમાવેશ સંતૃપ્તિ અને કૃષિ શિબિરનું આયોજન કરવામા આવ્યું જેમાં આ પ્રસંગે રીજીયોનલ હેડ શ્રી ગૌરવકુમાર જૈન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં લસુન્દ્રા તાલુકા પંચાયત સદસ્ય શ્રી સતીષભાઈ વસાવા, લસુન્દ્રા ગ્રામ સરપંચ શ્રી ભરતભાઈ ગોહિલ તેમજ ARO ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ છત્રપુરા અને લાડવેલ ગ્રામના સરપંચ અને તાલુકા પંચાયત સભ્યો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
રિજનલ હેડ શ્રી ગૌરવ કુમાર જૈન અને બ્રાંચ મેનેજર શ્રી સુજીત ચૌધરીએ ગ્રામજનો સાથે વાર્તાલાપ કર્યો અને તેમને નાણાકીય સમાવેશ સંતૃપ્તિ ઝુંબેશના ઉદ્દેશ્યો અને લાભો વિશે માહિતગાર કર્યા. તેમણે ગ્રામજનોને અટલ પેન્શન યોજના (APY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી જન ધન ખાતું (PMJDY) ખોલવાની જરૂરિયાત, નામાંકનનું મહત્વ (નોમિની) અને Rekyc-(kyc ની પુન: જરૂરીયાત) વિશે વિગતવાર જણાવ્યું.
આ ઉપરાંત, તેમણે ગ્રામજનોને હાલ માં ચાલી રહેલ તકેદારી જાગૃતિ ઝુંબેશ (વિજિલન્સ અવેરનેસ)વિશે માહિતગાર કર્યા અને જાગૃત રહેવા પ્રેરિત કર્યા.



