બનાસકાંઠા જિલ્લામાં પહેલાં નંબરનું બનાસ ડેરીમાં દૂધ ભરાવતા નગાણા ગામના નવલ બેનાના તંબેલાની વિધાનસભાના અધ્યક્ષ અને ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ડેરીની નફો જાહેર કર્યા પસી મુલાકાત લીધી હતી. તે દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે બે કરોડથી વધુ દૂધ ઉત્પાદન કરી સમાજમાં નારીશક્તિની અદભૂત ક્ષમતાનો પરિચય નવલબેને આપ્યો છે. અને આવીજ રીતે જિલ્લાની બહેનો પગભર બંને તેવું હું આશા રાખું છું.
ગુજરાતની સૌથી મોટી બનાસડેરી એ થોડા દિવસો પહેલાં જ નફો જાહેર કર્યો હતો. અને તેમાં જિલ્લા માંથી સૌથી વધુ દૂધ ભરાવી 1 થી 3 નંબર માં આવેલ સભ્યો ને સન્માનિત કર્યા હતા. જેમાં છેલ્લા 6 વર્ષથી સત્તત પહેલા નંબરે વડગામ તાલુકાના નગાણા નવલ બેન ચૌધરી નો આવ્યો હતો. અને તેમણે ત્યાં સભામાં સન્માનિત કરાયા હતા.
ત્યાર બાદ શંકરભાઈ થોડા દિવસ પહેલા નગાણા ગામના નવલ બેન ચૌધરી ના ખેતર ની મુલાકાત લીધી હતી. અને જ્યાં નવલ બેન તબેલા પર 150 થી વધારે ભેંસો સે 40 ગાયો છે તેની સાર સાંભળ, તેમનો ખોરાક,ઘાસ, દવાઓ અને આધુનિક પદ્ધતિ થી થતું કામનું આખા તબેલા નું નિરીક્ષણ કર્યું હતું. અને જે ભેસોં ને દાણો અને ઘાસ આપવામાં આવે સે તે સારી પ્રોડક્ટમાં આપવામાં આવે છેકે તે અંગે જાણ્યું હતું. ત્યારે તબેલા ની મોટાભાગની ભેંસો દિવસ નું 17 લીટર ઉપર દૂધ આપે છે અને ગાય દિવસ નું 32 લીટર ઉપર નું દૂધ આપે છે તેવું નવલ બેને શંકર ભાઈને જણાવ્યું હતું. ત્યારે આ તબેલા નિરીક્ષણ કરી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું નવલબેને પોતાના પરિશ્રમ અને સમર્પણથી તેઓ દર વર્ષે બે કરોડથી વધુ દૂધ ઉત્પાદન કરી સમાજમાં નારીશક્તિની અદભૂત ક્ષમતાનો પરિચય આપી રહ્યા છે.
અને જિલ્લાની આવી સૌ બહેનો સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે, જે સ્વાવલંબન, મહેનત અને આત્મવિશ્વાસથી અશક્યને શક્ય બનાવવાની તાકાત ધરાવે છે એમને ખાલી પોતાનો આત્મવિશ્વાસ વધારવાની જરૂર છે. અને જેના થકી પોતે પગભર પણ બની શકે છે.ત્યારે આ શંકરભાઈની મુલાકાત દરમ્યાન તેમની સાથે પી.ડી.પટેલ ભૂખલા પ્લાન્ટ ના મેનેજર, પહેલાદ ભાઈ ઠાકોર નગાણા દૂધ મંડળી મંત્રી હાજર રહ્યા હતા.
પ્રતિનિધિ : દિપક પુરબીયા




