વડગામ તાલુકા મથક ખાતે વડગામ દુઘ ઉત્પાદક સહકારી મંડળી ની ચુંટણી યોજાઈ હતી જેમાં વિકાસ પેનલની 11ની કમિટીનો ભવ્ય વિજય થયો હતો જેમાં ચેરમેને તરીકે મોઘજીભાઇ ગલબાભાઇ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે ઉદયસિંહ સોલંકી ની સર્વેમતી થી બિન હરીફ વરણી કરવામાં આવી હતી
જે અનુસંધાને વડગામ રાજપૂત સમાજ દ્વારા નવનિયુક્ત ચેરમેને અને વાઈસ ચેરમેન નો સત્કાર સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડગામ ના દુઘ ઉત્પાદકો અને ગામ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આર.વી.પટેલ, પૂર્વ સરપંચ ભગવાનસિંહ.પી.સોલંકી,ભાજપ અગ્રણી ડી.વી. સોલંકી, જેઠાભાઈ પટેલ, બાબુસિંહ વકીલ, કેશરભાઇ ઉપલાણા સહીત ના વડીલો હાજર રહી નવીન કારોબારી ને ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું દુઘ ઉત્પાદકો ને મંડળી દ્વારા વઘુ મા વઘુ લાભ થાય તે દિશામાં કામ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.
પ્રતિનિધિ : દિપક પુરબીયા


