VADODARA : ચાણોદ ખાતે નર્મદા નદીમાં ઘોડાપૂર આવ્યા નર્મદા ઓરસંગના ઘૂઘવતા નીર બે કાંઠે રોદ્ર સ્વરૂપે વહેવા લાગ્યાં

0
98
meetarticle

નર્મદા ડેમ માંથી 15 ગેટ ખોલી 3.5૦ લાખ પાણી નર્મદામાં છોડાતાં ચાણોદ ખાતે નર્મદા નદીમાં ઘોડાપૂર આવ્યા નર્મદા ઓરસંગ ના ઘૂઘવતા નીર બે કાંઠે રોદ્ર સ્વરૂપે રહેવા લાગ્યાં હતા.

આજે સવારે ચાણોદ ખાતે નર્મદા ઓરસંગ ના પૂરના પ્રવાહ ની જળ સપાટી સ્થિર જોવા મળી હતી જેથી લોકોમાં રાહત
ચાણોદ મલ્હારાવઘાટ ના માત્ર ૨૮ જેટલા પગથિયાં ખુલ્લા રહ્યા જ્યારે ચક્રતીર્થ ઘાટના 13 જેટલા પગથિયા ખુલ્લા રહ્યા બાકીના બંને ઘાટ પૂરના પાણીમાં ગરક થઈ જવામાં પામ્યા હતા.


ડભોઇ તાલુકાના ચાણોદ તીર્થસ્થાન ખાતે નર્મદા ઓરસંગ નદી ના રોદ્ર સ્વરૂપે ધારણ કરી બે કાંઠે ઘોડાપૂર વેગે ધસમસતાં પૂરના પ્રવાહ વહેવા માંડ્યા હતા્. ઉપરવાસમાં વરસાદ અને પગલે સરદાર સરોવર નર્મદા ડેમ માંથી નર્મદા નદીમાં દરવાજા તબક્કાવાર ખોલતા ગતરોજ મલ્હારાવ ઘાટ અડધો થી ઉપર પૂરમાં ગરમ થઈ ગયો હતો જે આજે સવારે મલ્હારાવ ઘાટનાં માત્ર 28 પગથિયા બાકી રહ્યા હતા જ્યાં પાણી સ્થિર થયેલા જણાતા હતા જ્યારે ચક્રતીર્થ ઘાટ ના માત્ર 13 જેટલા પગથિયા ખુલ્લા રહ્યા હતા આમ ચાણોદના બંને ઘાટ 75 ટકા પ્રવાહમાં ગરક થઈ ગયા હતા નર્મદા નદી-ઓરસંગ નદી બે કાંઠે રુદ્ર સ્વરૂપે રહેવા માંડી હતી. તંત્ર દ્વારા ચાણોદ કરનારી ભીમપુરા નંદેરીયા વગેરે કાંઠા વિસ્તારના ગામોને નદીમાં ના જવા નદીથી દૂર રહેવા એલર્ટ કરાયા હતા. જોકે પાણી સ્થિર થતાં લોકોએ ગ્રાહક નો શ્વાસ લીધો હતો. જોકે સામે પૂનમ આવતી હોય તેમ જ ઓરસંગ નદીના કેચ મેન્ટ વિસ્તારમાં હાલ વરસાદ નહિવત ઝાપટાં ને બાદ કરતાં વરસાદનું જોર નરમ રહેતા રાહત જોઈ રહી છે આગામી સમયમાં વરસાદ નું જોર વધે તેમ જ નર્મદા નદીના ઉપરવાસમાં વરસાદનું જોર વધે તો પાણી વધવાની સંભાવના વચ્ચે હાલ નદીની જળ સપાટી અસ્થિરતા લોકોમાં રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે…

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here