દેવભૂમિ ઉત્તરાખંડ તેના કુદરતી સૌંદર્ય અને ધાર્મિક મહત્વ માટે જાણીતું છે. તે ખૂબ જ સુંદર પર્યટન સ્થળ છે. લોકો દૂર-દૂરથી અહીં ફરવા આવે છે. નૈનિતાલ, મસૂરી, ઋષિકેશ, હરિદ્વાર અને દેહરાદૂન જેવા હિલ સ્ટેશનો ખૂબ પ્રખ્યાત છે. પરંતુ આવી જગ્યાઓ પર ક્યારે જવુ તે પણ નક્કી કરવુ ખૂબ જરૂરી છે.
પહાડોમાં રહે છે આ ભય
પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે, ભૂસ્ખલન, રસ્તા બંધ થવા, પર્વતો પર વાદળ ફાટવાનો ભય રહે છે. આથી જો તમે વરસાદની ઋતુમાં પર્વતોની મુલાકાત લેવાનું પણ આયોજન કરી રહ્યા છો, તો તમારે પહેલા આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અને પહેલા તેમને તપાસવી જોઈએ.
રોડ રસ્તા વિશે માહિતી મેળવો
જો તમે પર્વતોની મુલાકાત લેવાનું આયોજન કરી હોવ તો પહેલા એ જોવાનું કે ત્યાં રોડ રસ્તા તો ચાલુ છેને. કારણ કે પહાડી વિસ્તારમાં અવારનવાર લેન્ડ સ્લાઇડ અને વાદળ ફાટવાની ઘટના બને છે. તો તેવામાં ઘણા રોડ રસ્તાને અસર થયા છે. તેથી ચેક કરી લેવું કે તમે જ્યાં જાવ તો તે જગ્યાનો રૂટ કાર્યરત તો છેને. અને જો હા, તો ત્યાં હાલના સમયે જવુ કેટલુ યોગ્ય છે તે ખાસ જુઓ.
કેવુ હશે હવામાન ?
પહાડોમાં હવામાન ઝડપથી બદલાય છે. આવી સ્થિતિમાં મુસાફરી શરૂ કરતા પહેલા ત્યાંના હવામાન વિશે માહિતી મેળવો. યોગ્ય ઋતુમાં જ ફરવા જાઓ. ભારે વરસાદને કારણે નદીઓ અને ધોધમાં પૂર આવે છે. આવી સ્થિતિમાં, આ સ્થળોએ ન જાઓ.
હોટલ ક્યાં બુક કરશો?
પહાડોમાં મોટાભાગની હોટલો ઊંચાઈ પર અથવા નદીઓના કિનારે આવેલી છે. આવી સ્થિતિમાં હોટેલનું સ્થાન તપાસો. સલામત સ્થળે હોટેલ બુક કરો. ઉપરાંત ખૂબ જ પહાડી વિસ્તારોમાં અથવા નદીના કિનારે હોટેલ બુક કરવાનું ટાળો.


