રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના ફૂડ સેફટી ઓફિસરોએ મીઠાઇ ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરીને નમૂના લઇ ચકાસવા માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.
મકરપુરામાં સંદીપ સ્વીટસ એન્ડ નમકીનમાં ચેકિંગ કરી સ્વીટ ખોયા, કેસરી અંગૂરી પેંડાના નમૂના લીધા હતા. લક્કડપીઠા વિસ્તારમાં શ્રી કેટરરર્સમાં તપાસ કરી કાજુકતરી કોટેડ વીથ સિલ્વર લીફ અને કાજુ અંજીર રોલ કોટેડ વીથ સિલ્વર લીફનો નમૂનો લીધો હતો. છાણી રોડ પર જગદીશ ફરસાણમાંથી માવા એપલ, કેસરપેંડા, કાજુ મેંગોના નમૂના લીધા હતા. સુભાનપુરામાં શ્રી અન્નપૂર્ણા મહિલા ગૃહ ઉદ્યોગમાં પ્રિ-ઇન્સ્પેકશન કર્યું હતું.
ગોત્રીમાં કલાઉડ સ્ટોરમાં પણ પ્રિ-ઇન્સ્પેકશન કરાયું હતું. છાણી રોડ પર સદગુરૃ ફૂડ (મધુર ભોજ રેસ્ટોરાં)માં ફોસ્કોરિસ ઇન્સ્પેકશન કરાયું હતું. વારસિયામાં ગિરીશ ગૃહ ઉદ્યોગમાં પણ પ્રિ-ઇન્સ્પેકશન કરાયું હતું.


