GUJARAT : વઘઈના કુકડનખી ગામે વરસાદમાં કાચા મકાનને નુકસાન થતા લાભાર્થીને રૂ. ૨ લાખની સહાયનો ચેક અર્પણ કરાયો.

0
95
meetarticle

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ચીચીનાગાંવઠા ગ્રામ પંચાયતના કુકડનખી ગામે વરસાદના કારણે શ્રી છગનભાઇ મંગળ્યાભાઇ ચૌઘરીના કાચા મકાનને સંપુર્ણ નુકસાન થયું હતું.

જેઓને સરકારશ્રીના કુદરતી આફતીના ધારા ઘોરણ મુજબ રૂા.૨,૦૦,૦૦૦/-ની સહાયનો ચેક શ્રી વિજયભાઇ આર. પટેલ ધારાસભ્યશ્રી અને નાયબ મુખ્ય દંડકશ્રી ગુજરાત વિઘાનસભા, શ્રીમતિ નિર્મળાબેન એસ. ગાઇન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, શ્રી ચંદરભાઇ એમ. ગાવિત, તાલુકા પંચાયત પ્રમુખશ્રી વઘઇ, શ્રી સુભાષભાઇ ગાઇન, આદિજાતિ મોરચા પ્રમુખશ્રી તેમજ શ્રી ચંદ્રકાંતસિંહ આર. પઢિયાર તાલુકા વિકાસ અઘિકારીશ્રી વઘઇના હસ્તે વિતરણ કરવામાં આવ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here