GUJARAT : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગળતેશ્વર મહાદેવના દર્શન કરીને જનસુખાકારી માટે પ્રાર્થના કરી

0
42
meetarticle

૭૬મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લાના ગળતેશ્વર માં નિર્માણ પામેલા રાજ્યના ૨૪ માં સાંસ્કૃતિક વનના લોકાર્પણ માટે ખેડા જિલ્લામાં પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરનાલ ગામ સ્થિત ગળતેશ્વર મંદિરમાં  મહાદેવ ના પૂજા અર્ચન કરીને રાજ્યની જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

ઠાસરા તાલુકાના સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાન ઉપર આવેલા પૌરાણિક ગળતેશ્વર મહાદેવના પૂજન અર્ચન બાદ મુખ્યમંત્રીશ્રીએ મંદિરની પરિક્રમા કરી હતી. તેમણે આ પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળ્યુ હતુ અને ગાલ્વ ઋષિના માહત્મ્યથી પરિચિત થયા હતા.

આ તકે મુખ્યમંત્રીનીશ્રી સાથે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ,પંચમહાલના સાંસદ શ્રી રાજપાલ સિંહ જાદવ, ઠાસરાના ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, વન સંરક્ષક શ્રી મિતલબેન સાવંત અને શ્રી આનંદકુમાર ઉપસ્થિત અને અગ્રણી શ્રી નયનાબેન પટેલ સહભાગી બન્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here