વૌજ્ઞાનિક દ્રષ્ટિએ સાંભળેલા કરતા જોયેલું અને જોયેલા કરતા અનુભવેલું બાળકોને લાંબા સમય સુધી યાદ રહે છે. બાળકો ફક્ત પુસ્તકિયું જ્ઞાન નહિ પરંતુ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવે તેવા હેતુથી હિરાપર પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ ખેતર અને ઇન્ડસ્ટ્રીની મુલાકાત કરી હતી.તથાસ્તુ સ્પીનિંગ મિલ ખાતે પ્રોડક્શન સાઈટ પર જઈ કપાસથી કાપડ સુધીની સફરને સ્ટેપ બાય સ્ટેપ નિહાળી હતી.
આ રીતે બાળકોએ ખેતરમાં કપાસનાં પાકથી જીનિંગમાં ગાસળી બનવાથી લઈને સ્પીનિંગમાં કઈ રીતે દોરા અને ત્યાર બાદ તેમાંથી કાપડ બને છે તે સમગ્ર પ્રક્રિયાને જીવંત નિહાળી હતી.અંતમાં કંપનીનાં માલિક દ્વારા તમામ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.આ મુલાકાત માટે અનુમતિ આપવા બદલ શાળાનાં આચાર્ય બી આઈ ગોધાણી દ્વારા કંપનીના માલિક અને સમજૂતી આપનાર સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


