GUJARAT : નાળના મુવાડા પ્રા.શાળાના શિક્ષક ચિરાગકુમાર પંચાલને શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એનાયત

0
63
meetarticle

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઝારા ક્લસ્ટરની નાળના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક અને મધવાસ ગામના વતની એવા ચિરાગકુમાર કનૈયાલાલ પંચાલને વર્ષ ૨૦૨૫-૨૬ માટે શિક્ષણની ગુણવત્તા સુધારણા સંદર્ભે સમગ્ર ક્લસ્ટરમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સકિ્ય યોગદાન આપવા બદલ શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તારીખ ૧૫ ઓગષ્ટ ૨૦૨૫ ને શુક્રવારના રોજ પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.સૌએ અભિનંદન પાઠવ્યા હતા.

નાળના મુવાડા પ્રાથમિક શાળાનું અને પોતાના વતન લુણાવાડા તાલુકાના મધવાસ ગામનું ગૌરવ વધાર્યું છે.શિક્ષક ચિરાગકુમાર પંચાલ આ નાળના મુવાડા પ્રાથમિક શાળામાં તારીખ-૨ ઓગષ્ટ ૨૦૨૩ થી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાંથી જિલ્લાફેર બદલીથી આવ્યા છે.શિક્ષક ચિરાગકુમાર પંચાલ દ્વારા શાળામાં વિદ્યાર્થીઓને વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને રમતો રમાડવામાં આવે છે અને આનંદદાયક બાળગીતો અને અભિનયગીતો ગવડાવવામાં આવે છે તથા વિદ્યાર્થીઓ ગમ્મત સાથે જ્ઞાન મેળવે છે.શિક્ષક ચિરાગકુમાર પંચાલની શબ્દછત્રી ઈનોવેશન ફેસ્ટીવલમાં છવાઈ ગઈ હતી.શિક્ષક ચિરાગકુમાર પંચાલે તારીખ -૨૪/૦૪/૨૦૧૦ થી તારીખ -૦૧/૦૮/૨૦૨૩ સુધી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર પગારકેન્દ્રની બાટણપુરા ફળિયા વર્ગ પા્.શાળામાં ફરજ બજાવી હતી.જ્યાં ૧૩૩- ગરબાડા વિધાનસભા મતવિસ્તારમાં ભાગ નંબર-૨૬૮ નવાનગર-૪ ના બી.એલ.ઓ. તરીકે તારીખ-૧૬/૧૨/૨૦૧૯ થી તારીખ-૧૫/૦૧/૨૦૨૦ સુધીની મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ફોર્મ નંબર-૬ માટે ૧૬૬ ફોર્મ ભરીને ઉત્તમ કામગીરી કરી હતી જે બદલ શ્રેષ્ઠ બી.એલ.ઓ.તરીકે મામલતદાર કચેરી ધાનપુર દ્વારા તારીખ -૨૫/૦૧/૨૦૨૦ ના રોજ સન્માનિત કરવામાં આવ્યા હતા તથા તારીખ-૧ નવેમ્બરથી તારીખ-૫ ડિસેમ્બર ૨૦૨૨ સુધીના ૩૫ દિવસના સમયગાળા દરમ્યાન ચિરાગ પંચાલ બી.એલ.ઓ.તરીકે ધાનપુર તાલુકાના બાટણપુરા ગામના પ્રત્યેક વ્યક્તિના ઘરે ઘરે જઈને રૂબરૂ મુલાકાત લઈને સંપર્ક કરીને રાત દિવસના અથાક પરિશ્રમ અને મહેનતના આધારે ડુંગરા ખુંદી વળ્યા હતા તથા અંતરિયાળ વિસ્તારમાં રોજીરોટી માટે પરિવાર સાથે કામ કરવા વતન છોડીને જતા હોય છે ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં પણ ગ્રામજનોનો સંપર્ક કરીને તથા જાગૃત કરીને આટલી મોટી સંખ્યામાં ફોર્મ નંબર-૬ માટે ૧૧૮ તથા ફોર્મ નંબર-૬,૭ અને ૮ ના ઐતિહાસિક રીતે કુલ ૧૮૨ ફોર્મ ભરીને અદભુત સફળતા મેળવી હતી તથા સમગ્ર ગુજરાત રાજ્યમાં રેકોર્ડબ્રેક ‌ પ્રશંસનીય કામગીરી કરીને ડંકો વગાડયો હતો તથા તારીખ-૨૫/૦૧/૨૦૨૨ ના રોજ શ્રેષ્ઠ બી.એલ.ઓ.તરીકે દાહોદ કલેકટરશ્રી દ્રારા સન્માનિત કરવામાં આવ્યા હતા તથા ચિરાગ પંચાલે નવતર અભિગમ હેઠળ બાટણપુરા ગામમાં વિશેષ કેમ્પનું આયોજન કર્યું હતું તથા સ્વ ખર્ચે ગ્રામજનોની જાગૃતિ માટે દરેક ફળિયામાં અમે આવીશું આપને દ્વાર શીર્ષક હેઠળ પત્રિકાઓનું વિતરણ કર્યું હતું તથા તારીખ-૨૫/૦૧/૨૦૨૩ ના રોજ શ્રેષ્ઠ બી.એલ.ઓ.તરીકે ગરબાડા મામલતદાર કચેરી દ્વારા ચિરાગકુમાર પંચાલને શ્રેષ્ઠ બી.એલ.ઓ.તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.ચિરાગકુમાર કનૈયાલાલ પંચાલે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર પગારકેન્દ્રની બાટણપુરા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં નવાનગર-૪ ના બી.એલ.ઓ.તરીકે રેકોર્ડબ્રેક,અદભુત અને પ્રશંસનીય કામગીરી કરી હતી.

REPOTER : ચિરાગ પંચાલ, મહીસાગર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here