શિયાળામાં બાળકોને દેશી ઉકાળો પીવાનો આગ્રહ છોડો. ઘરે સરળ રીતે બનાવો હોટ ચોકલેટ ડ્રિંક્સ.
હોટ ચોકલેટ ડ્રિંકસ
શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધતા લોકો ગરમ વસ્તુ પીતા હોય છે. ઠંડીના દિવસોમાં ગરમ ઉકાળા પીવાનું ચલણ છે. રસોડાની વિવિધ સામગ્રીથી બનતા આ ઉકાળા સ્વાસ્થ્યનો ખજાનો છે. પરંતુ બાળકો આ દેશી ઉકાળા પીવાનું પસંદ કરતા નથી. ઠંડી બાળકોની તંદુરસ્તીનું ધ્યાન રાખવું હોય તો તેમને ગમતી વસ્તુમાંથી ડ્રિંક્સ બનાવો. મોટાભાગના બાળકોને ચોકલેટ વધુ પસંદ હોય છે. તમે ઠંડીમાં આ રીતે હોટ ચોકલેટ ડ્રિંકસ બનાવી બાળકોને સ્વસ્થ રાખી શકો છો. હોટ ચોકલેટ એ આનંદને બમણો કરવા માટે એક સંપૂર્ણ પીણું છે. નોંધી લો આ ડ્રિંક્સ બનાવવાની સરળ રીત.

હોટ ચોકલેટ બનાવવા માટે સામગ્રી
ફુલ ક્રીમ દૂધ – 2 કપ
કોકો પાવડર – 2 ચમચી
ડાર્ક અથવા મિલ્ક ચોકલેટ – 2 ચમચી
ખાંડ – 1 થી 2 ચમચી
વેનીલા એસેન્સ – ¼ ચમચી
વ્હીપ્ડ ક્રીમ
હોટ ચોકલેટ બનાવવાની રીત:
હોટ ચોકલેટ ડ્રિંકસ બનાવવા માટે પહેલા એક પેનમાં દૂધ ગરમ કરી તેને 5 થી 10 મિનિટ સુધી થોડીવાર ઉકાળો. તેમાં કોકો પાવડર અને ખાંડ ઉમેરી સારી રીતે મિક્સ કરો. પછી દૂધ થોડું ગરમ થાય એટલે તેમાં સમારેલી ચોકલેટ ઉમેરો. સતત હલાવતા રહો જેથી ચોકલેટ સંપૂર્ણપણે ઓગળી જાય. હવે ગેસ બંધ કરો અને વેનીલા એસેન્સ ઉમેરો. એક કપમાં રેડો અને ઉપર વ્હીપ્ડ ક્રીમ અથવા માર્શમેલો નાખો. તમારી બાળ દિવસની ખાસ હોટ ચોકલેટ તૈયાર છે. શિયાળાની ઋતુમાં બાળકોને થોડી મીઠી, ગરમ અને મજેદાર ટ્રીટ આપો છો, તો તેમનો દિવસ વધુ યાદગાર બનશે.

