કદવાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક તબીબ દ્વારા દર્દીના સગા સાથે હડધૂત અને ‘દવા ગોળી નહીં, બંદૂકની ગોળી ધરબી દેશ’ જેવી ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપો સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર ફેલાઇ છે સોશ્યલ મીડિયામાં આ ઘટનાનો વિડિયો વાયરલ થતાં સ્થાનિક લોકો અને દર્દીઓમાં ભય અને નારાજગી વ્યાપી ગઈ છે.

મામલો શું છે? મહિલાના પેટમાં દુખાવા વચ્ચે ડૉક્ટર ગાયબ થતા કદવાલ તાલુકાના નાનીખાંડી ગામની મહિલા જયશ્રીબેનને 18 નવેમ્બરના રોજ અચાનક પેટમાં ભારે દુખાવો થતાં પરિવારજનો તેમને કદવાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ આવ્યા હતા. દવાખાનાના સ્ટાફે પ્રારંભિક તપાસ બાદ તેમને ઓબઝર્વેશનમાં રાખી આરામ કરવાનો સૂચન કર્યો હતો.પરંતુ થોડા સમય પછી જયશ્રીબેનને ફરી ભારે દુખાવો શરૂ થતા તેમના કાકા નાનસિંહભાઈ ડૉક્ટર તથા નર્સ સ્ટાફને બોલાવવા ગયા હતા. નર્સે જણાવ્યું હતું કે ડૉક્ટર ચા પીવા ગયા છે અને પાંચ મિનિટમાં આવી જશે.જોકે, નર્સના કહેવાથી વિરુદ્ધ ડૉક્ટર લગભગ એક કલાક સુધી પાછા આવ્યા જ નહીં, જેના કારણે મહિલા દર્દીની સ્થિતિ ગંભીર બની ગઈ હતી.
ડૉક્ટર આવ્યા બાદ વિવાદ ધક્કો અને જાતિ વિશેષ શબ્દો બોલવાનો આક્ષેપ: લાંબા સમય બાદ જ્યારે ડૉક્ટર ડૉ. તુષાર કુરકુટીયા દવાખાનામાં પરત આવ્યા, ત્યારે નાનસિંહભાઈએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે સારવાર ન થઈ શકતી હોય તો “આગળનું લખી આપો.”પરિવારજનનો આક્ષેપ છે કે આ વાત સાંભળતાં જ ડૉક્ટર ગુસ્સે ભરાઈ ગયા અને નાનસિંહભાઈને ધક્કો મારીને હડધૂત કરી જાતિ વિશેષના અપમાનજનક શબ્દો વાપર્યા અને
ડો તુષાર કુરકુટીયા
કણું: “દવા ગોળી નહિ, બંદુકની ગોળી ધરબી દેશ.” આ સમગ્ર ઘટના દરમિયાન ઉભેલી ગભરાટભરી સ્થિતિમાં દવાખાનામાં હાજર અન્ય લોકો પણ ચોંકી ઊક્યા.
– આરોગ્યતંત્રમાં હાહાકાર:
ગ્રામ્ય વિસ્તારોમાં ભયનું માહોલ દવાખાનાની કામગીરી અંગે સવાલો તબીબી સેવાઓ પ્રત્યે અવિશ્વાસ જણાવાઈ રહ્યું છે કે આ પ્રથમવાર નથી. સ્થાનિક લોકો જણાવે છે કે ડૉ. તુષાર કુરકુટીયા દ્વારા અગાઉ પણ ગરીબ, આદિવાસી અને અશિક્ષિત દર્દીઓ સાથે દુરવ્યવહાર થયાના બનાવો સામે આવ્યા છે
સરકારી યોજનાઓ vs તબીબનું વર્તન – વિરોધાભાસ
રાજ્ય સરકાર અનેક કલ્યાણકારી આરોગ્ય યોજનાઓ દ્વારા લોકો સરકારી દવાખાનાઓમાં સારવાર મેળવે તે માટે પ્રયત્ન કરે છે. પરંતુ એકતરફ આવી યોજનાઓ અને બીજી તરફ તબીબોનાદુરવ્યવહારને કારણે:ગરીબ અને આદિવાસી લોકોમાં સરકારી સેવાઓ પ્રત્યે,અવિશ્વાસ,દર્દીઓમાં ગભરાટ અને આરોગ્ય વિભાગની વ્યવસ્થા અંગે પ્રશ્નચિહો ઊભા થઈ રહ્યા છે સ્થાનિક નાગરિકોની માંગ કડક કાર્યવાહી થાય દર્દી પરિવારજનો તથા સ્થાનિક લોકોની માંગ છે કે:
ડૉ. તુષાર કુરકુટીયા સામે તાત્કાલિક વિભાગીય તપાસ ઉભી કરવામાં આવે જાતિવાદી અને હિંસાત્મક વર્તન અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સુધારેલી વ્યવસ્થા ઉભી થાય સ્થાનિક લોકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે આવા તબીબોના કારણે ગરીબ અને આદિવાસી વિસ્તારમાં આરોગ્ય સેવા પ્રત્યેનો વિશ્વાસ તૂટે છે…
રિપોર્ટર. ઈરફાન મકરાણી કદવાલ

