છોટાઉદેપુર જિલ્લાના નવ રચિત કદવાલ તાલુકામાં આર્ટ્સ અને કોમર્સ કોલેજ તેમજ આઈ.ટી.આઈ શરૂ કરવા છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા અને છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા આ તમાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજુઆત કરી છે.

હાલમાં રાજ્યની સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં થી ૪૩ જેટલા ગામોનો અલગ કદવાલ તાલુકો નવ રચના કરવામાં આવી છે ત્યારે કદવાલ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે પાવીજેતપુર, બોડેલી, પંચમહાલના સીમલિયા, હાલોલ જવું પડે છે. વાહન વ્યવહાર ઓછો હોવાને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા જવામાં મુશ્કેલી વેઠવી પડે છે સાથે સાથે સમય અને નાણાંનો પણ વ્યય થાય છે. વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ જોતા છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને કદવાલ ખાતે આર્ટ્સ કોમર્સ કોલેજ અને આઈ.ટી.આઈ શરૂ કરવા રજુઆત કરી છે.
રિપોર્ટર ઈરફાન મકરાણી કદવાલ

