છોટાઉદેપુર જિલ્લાના કરલી પોલીસે તારીખ 09-12-2025 ના રોજ ગુનામાં જપ્ત કરાયેલી એક લાખથી વધુ બોટલો અને અંદાજે 4 કરોડથી વધુના દારૂનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તંત્ર દ્વારા મોટાપાયે દારૂનો નાશ કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી હતી.

માહિતી મુજબ, નાશની પ્રક્રિયા દરમિયાન ચાર જેટલા કામદારો દારૂની બોટલો છૂપાવી જગ્યાથી ફરાર થવાના પ્રયાસમાં હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ સતર્ક બની અને ચારેયને ઝડપી પાડી આગના પગલાં હાથ ધર્યા હતા.
આ ઘટનાએ પોલીસ કાર્યવાહી દરમિયાન પણ દારૂની લાલચ કેટલો વ્યાપક છે તે સ્પષ્ટ કર્યું હોવાનું જોવા મળ્યું છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર

