CHOTA UDAIPUR : બોડેલી તાલુકાઓમાં નેશનલ મિશન અને નોન-મિશન કલસ્ટરદીઠ રવિ પાકોમાં પ્રાકૃતિક કૃષિ માટે પૂર્વ વાવણી અંગે તાલીમ

0
32
meetarticle

છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી પ્રાકૃતિક કૃષિ તરફ વાળા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં આત્મા પ્રોજેક્ટ તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં નેશનલ મિશન અને નોન-મિશન કલસ્ટરદીઠ રવિ પાકોમાં પ્રાકૃતિક કૃષિ માટે પૂર્વ વાવણી અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમમાં કૃષિ તજજ્ઞ તરીકે આત્મા પ્રોજેક્ટ તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તાલુકા અને ગ્રામ્ય કક્ષાનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિની ઝુંબેશને પ્રોત્સાહન આપીને આગમી ઋતુ રવિ/શિયાળુ પાક માટે પ્રાકૃતિક કૃષિથી નવા વાવેતર માટે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે પ્રાકૃતિક કૃષિના આયમોનું જીવંત નિદર્શન બતાવીને તેનું મહત્વ સમજાવીને તાલીમ આપવામાં આવી હતી.

રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here