CHOTA UDAIPUR : સંખેડા પંચેશ્વર મંદિર પાસે ઈજાગ્રસ્ત હાલતમાં ઘુવડ મળી આવતા બહાદરપુર એનિમલ રેસ્ક્યું ટીમ દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી

0
31
meetarticle

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પંચેશ્વર મંદિર પાસે ગઈ કાલે મોડી સાંજે ઘુવડ અત્યંત ઇજાગ્રસ્ત હાલત માં બહાદરપુર એનિમલ રેસ્ક્યુ ટીમ ના સભ્ય કેલૈયા ક્રિષ્નકાંતભાઈ ને મળી આવતા તેમણે તુરંત જ સમય સૂચકતા દાખવતા ઘુવડ ને સંખેડા એનિમલ હોસ્પિટલ ઉપચાર ખાતે લઈ ને જંગલ ખાતા ને જાણ કરવામાં આવી.ડોક્ટર ના કહેવા પ્રમાણે ઘુવડ ને શોટ લાગતા આવી હાલત થઈ છે તેવું માનવામાં આવે છે.

ડોક્ટર એ ઉપચાર કર્યા બાદ ઘુવડ ને જંગલ ખાતા ને સોંપવામાં આવ્યું.અને સતત 3 દિવસ સુધી દવા ઉપચાર દ્વારા સ્વસ્થ કરી પ્રાકૃતિક વાતાવરણ માં છોડવામાં આવશે.આ સાથે wildlife expert સચિન પંડિત માહિતી આપી આ પક્ષી વીસે ઘુવડમાં સુપર-ટ્યુન બુદ્ધિ હોય છે જે તેમને મદદ કરે છે.વિશ્વમાં ઘુવડની 200 થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે,પરંતુ એન્ટાર્કટિકામાં ઘુવડ જોવા મળતા નથી.પક્ષીઓની સમગ્ર પ્રજાતિઓમાં ઘુવડ એકમાત્ર એવું પક્ષી છે જે વાદળી રંગને ઓળખી શકે છે.એવું કહેવાય છે કે ઘુવડ તેનું માથું 360 ડિગ્રી સુધી ફેરવી શકે છે,પરંતુ કોઈપણ પક્ષી તેની ગરદન કોઈપણ દિશામાં માત્ર 135 ડિગ્રી ફેરવવામાં સક્ષમ છે.ઘુવડની આંખો ગોળાકાર હોતી નથી,તેમની સાથે જોડાયેલ નળીઓ તેમને ખૂબ દૂરથી શિકાર જોવા દે છે,પરંતુ તેમની નજીકની દ્રષ્ટિ સ્પષ્ટ હોતી નથી.જો ઘણા ઘુવડ એક જગ્યાએ ભેગા થાય તો તે પ્રસંગને સંસદ કહેવામાં આવે છે.ઘુવડ ઉડતી વખતે કોઈપણ પ્રકારનો અવાજ નથી કરતો,જો તેઓ અનેક માઈક્રોફોનની મદદ લે તો પણ તેમનો અવાજ સંભળાશે નહીં.ઘુવડની દૃષ્ટિ એટલી તીક્ષ્ણ હોય છે કે માત્ર તે કોઈપણ વસ્તુને 3D એન્ગલમાં જોઈ શકે છે.મતલબ કે ઘુવડ કોઈ વસ્તુની લંબાઈ,પહોળાઈ અને ઊંચાઈ જોઈ શકે છે.ઘુવડને દાંત હોતા નથી,તેઓ તેમના શિકારને ચાવતા નથી,પરંતુ તેને ગળી જાય છે.ઘુવડની માન્યતા વિવિધ સંસ્કૃતિઓ સુધી વિસ્તરે છે.ભારતીય ગ્રંથોમાં ઘુવડનો ઉલ્લેખ છેતેઓ દેવી લક્ષ્મીને પ્રિય છે.લિંગ પુરાણમાં નારદજીએ માનસરોવર નજીક રહેતા ઉલુક પાસેથી સંગીત શીખ્યાનું વર્ણન કર્યું છે.જેમાં ઘુવડની વિશિષ્ટ હૂટિંગ ચોક્કસ સંગીતની નોંધોનું પ્રતિનિધિત્વ કરે છે ઉંદર છે ભાવતું ભોજન
ઘુવડ 1 વર્ષમાં 1 હજાર કરતા વધુ ઉંદર ખાઈ જાય છે.ઘુવડની ઉડાન દરમિયાન અવાજ નથી સંભળાતો.આ ઉપરાંત માદા ઘુવડ,નર ઘુવડની સરખામણીમાં વધુ મોટા,વજનદાર અને આક્રમક હોય છે.માદા ઘુડવનો અવાજ પણ નર કરતા બુલંદ હોય છે.

રીપોર્ટર :અંજુમ ખત્રી છોટાઉદેપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here