વડાપ્રધાન ના ટીબી મુકત ભારત સરકાર તરફથી 2025 માં ટીબી નાબુદી અભિયાન અંતર્ગત દિપક ફાઉન્ડેશન અને જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના સહયોગ થી અને માન છોટાઉદેપુર જીલ્લા પંચાયત ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ભરતસિંહ ચૌહાણ સાહેબ ના માર્ગદર્શન હેઠળ કવાંટ તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંદવાડા ના સબ સેન્ટર નળવાંટ ખાતે એક્સ રે નિદાન કેમ્પ રાખવા માં આવ્યો હતો

જેમાં લોકો નું નિઃશુલ્ક એક્સ રે પાડી ચેક અપ કરવા માં આવ્યું જે કોઈ વ્યક્તિને છેલ્લા 10 થી 15 દિવસ થી ખાંસી નું પ્રમાણ ઘટતું ના હોઈ તેવી વ્યક્તિઓને ખાસ કરીને આ કેમ્પ માં બોલાવી અને 150 જેટલાં એક્સ રે પાડવા માં આવ્યા જેથી કરીને તેમને કઈ જાત ની તકલીફ છે તે જાણી શકાય અને તેના પરથી સારવાર પર મુકી શકાય અને જલ્દી સાજા થાય તે કેમ્પ નો મુખ્ય હેતુ હતો જેમાં ઉપસ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંદવાડા ના મેડિકલ ઓફિસર ડૉ હિતેશ રાઠવા તેમજ તાલુકા ટીબી સુપરવાઈઝર અરવિંદભાઈ રાઠવા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંદવાડા ના સુપરવાઈઝર જીતેશભાઈ રાઠવા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંદવાડા નો સ્ટાફ સહીત આરોગ્ય ની ટીમ ઉપસ્થિત રહી કેમ્પ ને સફળ બનાવ્યો હતો
રિપોર્ટર : સોહેલ પઠાણ છોટાઉદેપુર

