ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા -અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરે….. તથા
જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી પો.ઇન્સ નાઓએ ટેલીફોનથી સમજ કરેલ કે,
એક સફેદ કલરની હ્યુનડાઇ કંપની વર્ના ફોર વ્હિલર ગાડી જેનો આર.ટી.ઓ રજી.નંબર GJ-05-CH-3721 માં એક ડ્રાઇવર સીટ ઉપર પુરૂષ અને તેની સાથે બાજુની સીટમાં મહીલા અને નાનુ બાળક બેસેલ છે તેઓ ફોર વ્હિલર ગાડીમાં ચોરખાનુ બનાવી તેમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રંગપુર થી છોટાઉદેપુર થઇ આગળ તરફ જનાર છે ”

જે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે રંગપુર નાકા પાસે હાઇ-વે રોડની બન્ને સાઇડે થોડા-થોડા અંતરે વોચ નાકાબંધીમાં ગોઠવાય ગયેલ અને થોડો સમય વોચમાં રહ્યા બાદ ઉપરોક્ત બાતમી હકીકત મુજબની વર્ણન વાળી હ્યુનડાઇ કંપની વર્ના ફોર વ્હિલર ગાડી આવતા તેને રોકી કોર્ડન કરી સદર ફોર વ્હિલર ગાડીની પાછળની ડિકીના સાઈડના પડખામાં તથા દરવાજાના પડખામાં તથા પાછળની સીટની છે. બાજુમાં ખાત્રી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂના છુટ્ટા ક્વાર્ટરીયા તથા બોટલ ભરેલ મળી આવેલ જેથી પકડાયેલ ઇસમોને નામઠામ પુછતા તેને પોતાનું નામ (૧) ધર્મેશભાઇ જેન્તીભાઇ ચૌહાણ ઉ.વ.૩૮ તેની અંગ ઝડતી કરતા એક રીયલમી કંપનીનો આછા વાદળી કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવેલ તથા રોકડ રકમ રૂ.૭૨૦/- મળી આવેલ તથા (૨) નિધીબેન W/O ધર્મેશભાઇ જેન્તીભાઈ ચૌહાણ ઉ.વ.૨૭ બંન્ને રહે.પાસોદરા, એ/૬૧-૧૦૧ ઓમ ટાઉનશીપ વી-૩ તા.કામરેજ જી.સુરત પોતાના કબ્જાની હ્યુનડાઈ કંપની વર્ના ફોર વ્હિલર ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના કાચના તથા પ્લાસ્ટીકના ક્વાર્ટરીયા બોટલ કુલ નંગ-૭૩૧ ની કુલ કિં.રૂ.૨,૫૬,૩૮૭/- નો પ્રોહી મુદ્દામાલ તથા ઉપરોક્ત પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વાપરેલ એક હ્યુનડાઇ કંપની વર્નાફોર વ્હિલર ગાડી રજી.નંબર GJ-05-CH-3721 જેની કિં.રૂ.૧,૦૦,૦૦૦/- તથા સદરી પકડાયેલ બે ઇસમો પૈકી ધર્મેશભાઇ જેન્તીભાઇ ચૌહાણની અંગ ઝડતી માંથી મળી આવેલ રીયલમી કંપનીનો આછા વાદળી કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ.૦૧ ની કિ.રૂ.૫,૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૭૨૦/-મળી કુલ કિં.રૂ.૩,૬૨,૧૦૭/- નો પ્રોહી મુદામાલ કબ્જે કરેલ હોય જેથી પ્રોહીનો કેસ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર : સોહેલ પઠાણ છોટાઉદેપુર

