છોટાઉદેપુર જિલ્લા ના જેતપુર પાવી તાલુકાના નાના અમાદરા ગામ માં આવેલા ઘાટા ફળિયામાં રહેણાક વિસ્તારમાં આવેલા બારીયા જીવનભાઈ સોમાભાઈ નું મકાન આવેલું છે.જે રાજ્ય સહિત જિલ્લા ના તાલુકામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.

સતત વરસાદના કારણે આખે આખું મકાન ધરાસાઈ થતાં જમીન દોસ્ત બની જતા પરિવાર જનો ઉપર આફત આવી પડીછે. જેતપુર પાવી તાલુકાના નાના અમાદરા ઘાટા ફળિયામાં આવેલા બારીયા જીવનભાઈ સોમાભાઈ પોતાના પરિવાર સાથે રહી વસવાટ કરે છે.જ્યારે હવામાન વિભાગ ના નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લા માં છેલ્લા બે ત્રણ દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે.તેમજ નદી નાળા એ પણ રુદ્ર સ્વરૂપ ધારણ કરતા જ્યાં જોવા ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

આજે મકાન ધરાશાય થયું હતું ત્યારે સદ નસીબે પરિવાર જનો મકાન બંધ કરી પોતાના ખેતર માં ઘાસ ચારો લેવા ગયા અને આખે આખું મકાન જમીન દોસ્ત થઈ ગયું હતું અને આસ પાસ ના રહીશો દોડી આવ્યા હતા ત્યારે ઘર બંધ હોવાથી કોઈ પરિવાર જનો નો બચાવ થયો હતો ત્યારે પરિવાર જનો સાથે વાત કરતા જણાવ્યું હત સતત વરસાદ વરસતા મકાન પડી ગયું છે..
રિપોર્ટર : ઈરફાન મકરાણી કદવાલ

