ઇમ્તીયાઝ શેખ, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર, એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, છોટાઉદેપુર તથા વિ.આર.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર કવાંટ પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ નાઓ દ્વારા તાજેતરમાં ભારતીય સેનામાંથી સેવા નિવૃત્ત થયેલ છોટાઉદેપુર જીલ્લાના જવાન રાઠવા રતનભાઇ ભારસિંગભાઇ રહે.ખંડીબારા તા.કવાંટ જી.છોટાઉદેપુર જેઓ ભારતીય સેનામાં મરાઠા રેજીમેન્ટમાં છેલ્લા ૨૩ વર્ષથી ભારતીય સેનામાં સેવા આપતા હતાં.

અને તેઓ બેલગામ, જામનગર, કારગીલ, પુના, આસામ, કોટા, કુપવાડા, અરૂણાચલ પ્રદેશમાં ફરજ બજાવેલ છે તથા ઓપરેશન સિંદુરમાં ભાગ લીધેલ હતો. દેશની સુરક્ષામાં મહત્વપુર્ણ ફાળો આપી સેવા નિવૃત્ત થતા તેઓનું છોટાઉદેપુર પોલીસ દ્વારા ફુલ-હાર, શાલ, શ્રીફળ તથા મીઠાઇ આપી સન્માન કરવામાં આવ્યુ તથા પોલીસ તંત્ર અને સરકાર આર્મી સાથે પુરેપુરા સહયોગમાં છે તે સંદેશ આપવામાં આવ્યો.

રિપોર્ટર : સોહેલ પઠાણ છોટાઉદેપુર

