૭૯ માં “સ્વતંત્રતા દિવસ” નિમિત્તે કર્ણાવતી મહાનગર ભાજપ કાર્યાલય ખાતે મહાનગર અધ્યક્ષ પ્રેરક શાહના વરદ હસ્તે ધ્વજવંદન કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી,
અમદાવાદ ભાજપના નેતાઓ અને કાર્યક્રર્તાઓ હાજર રહ્યાં
અમદાવાદ શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહે મહાનગરના સૌ નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે “આજનો દિવસ એ આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહિદોને યાદ કરવાનો દિવસ છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ અને સ્વચ્છતા તેમજ વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવાનો સંકલ્પ લેવો જોઈએે.” આ કાર્યક્રમમાં સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્યો તેમજ મહાનગરના સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


