જેતપુર ધોરાજીના નાયબ મામતદાર તરીકેની ખોટી ઓળખ આપી, સુખાભાઈ ઉકાભાઈ મેર (રહે ધોરાજી ફરેણી રોડ)ને મકાન મંજુર કરાવી આપવાની લાલચ આપી ફોસલાવીને ૨૬ હજાર પડાવી લઇ એક ગઠીયો નાશી ગયેલ હોય. જે બાબતે સુખાભાઈએ જેતપુર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જે બનાવની ગંભીરતા ધ્યાને લઈ છેતરપીંડી કરનાર આરોપીને શોધી કાઢવા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સુચના આપેલ. જે અંગે સીટી પીઆઈ વી.એમ.ડોડીયાના સીધા માર્ગદર્શન હેઠળ સીટી પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તેમજ જેતપુર શહેર વિસ્તારમાં નેત્રમ પ્રોજેક્ટ અતર્ગત અલગ અલગ જગ્યાએ લગાડેલ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી આરોપી શોધી કાઢવા પ્રયત્નશીલ હતી. તે દરમીયાન હેડ કોન્સ.સાગરભાઈ મકવાણા પો.કોન્સ. ભગીરથસિંહ જાડેજા તથા પ્રદિપભાઇ આગરીયા તથા શક્તિસિંહ ઝાલા નાઓને સંયુક્ત ખાનગી રાહે મળેલ હકીકત આધારે ગણતરીના કલાકોમાં આરોપી પ્રવિણભાઇ ભીમજીભાઇ પટેલ, રહે.હાલ અમૃત ગેસ્ટ હાઉસ, બસ સ્ટેન્ડની સામે, ગોંડલ, મુળ રહે.અપસરા (દેરાસર) પાસે, રામજી મંદિરના ખાચામાં, લાઠીદડ ગામ, તા.જી.બોટાદ.ને આ ગુનામાં અટક કરી, આરોપી પાસેથી કબ્જે કરેલ મોટર સાયકલ માલીકની ખરાઈ કરતા આ બાઈક અમદાવાદના વિરમગામ ખાતેથી ચોરી કરેલ હોવાનું સામે આવ્યું, આરોપી પાસેથી ૪૦ હજાર રોકડા, એક બાઈક, એક મોબાઈલ સહિત કુલ રૂપિયા ૭૦.૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો, પકડાયેલ પ્રવિણ પટેલ સામે ભાવનગર, અમદાવાદ, રાજકોટ સહિત પોલીસ મથકમાં ૫ જેટલા ગુના નોંધાયેલા છે,
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર


