જેતપુર શહેરમાં જીમખાના ગ્રાઉન્ડમાં યોજાયેલ લોક મેળામાં એક મહિલા રોકડ રૂપીયા તથા સોનાના દાગીના સહિત કી.રૂ.૬,૦૦,૦૦૦/-નો મુદામાલ ભરેલ પર્સ લોક મોળાના સ્ટોલ ઉપર ભુલી ગયેલ હોય જે બાબતે મહિલાએ અરજી કરી જેતપુર સીટી પોલીસ સ્ટેશને જાણ કરેલ હતી.
જે બનાવની ગંભીરતા ધ્યાને રાખી રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિંમકર સિંહ તથા જેતપુર ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયા નાઓએ પોલીસ સ્ટેશન ખાતે આવતા મહિલા અરજદારોની રજુઆત સાંભળી તુરત પગલા લેવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમો પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.ડોડીયાના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ ટીમ ઉપરોક્ત મુદામાલની શોધખોળમાં હતી તે દરમીયાન એક જાગૃત નાગરીક તરૂણભાઇ કાંતીભાઇ કુમકીયા, રહે.જેતપુર વાળા સામેથી આવી મુદામાલ ભરેલ પર્સ જે-તે સ્થીતીમાં આપી માનવતાનુ ઉમદા કાર્ય કરેલ હોય જેથી મુળ માલીક અજયભાઇ અશોકભાઇ વાળા રહે.બરવાળા (બાવીસી) ગામ, તા.કુકાવાવ જી.અમરેલી વાળાને બોલાવી રોકડ રૂપીયા તથા સોનાના દાગીના સહિત કી.રૂ.૬,૦૦,૦૦૦/- નો મુદામાલ ભરેલ પર્સ પરત સોપેલ છે. માનવતાનું ઉત્તમ ઉદાહરણ કરનાર તરૂણભાઈ કાંતિભાઈ કુમકીયા રહે જાગૃતીનગર પાસે પટેલ નગર જેતપુર
કામગીરી કરનાર ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.ડોડીયા તથા એ.એસ.આઇ. મીલનસિંહ ડોડીયા તથા ભાવેશભાઇ ચાવડા તથા પો. હેડ કોન્સ. સાગરભાઇ મકવાણા પો.કોન્સ. ભગીરથસિંહ જાડેજા તથા લખુભા રાઠોડ તથા પ્રદિપભાઇ આગરીયા તથા શક્તિસિંહ ઝાલા તથા અમીતભાઇ સિધ્ધપરા.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર


