અમદાવાદ શહેરના CN 24 News ચેનલ ના M.D. અને દૈનિક પાક્કો ગુજરાતના તંત્રી પવન માકન અને સમગ્ર માકન પરિવાર દ્વારા સામૂહિક રક્ષાબંધન ઉજવણી કરીને એકતા અને પ્રેમનો અનોખો સંદેશ સમાજને આપ્યો હતો.

આ દિવસે બહેનો પોતાના ભાઈના હાથમાં રક્ષાસૂત્ર બાંધીને તેની દીર્ઘ આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. ત્યારે આ પવિત્ર ભાવનાને જીવંત રાખવા અમદાવાદ શહેરના CN 24 News ચેનલ ના M.D. અને દૈનિક પાક્કો ગુજરાતના તંત્રી પવન માકન અને સમગ્ર માકન પરિવાર દ્વારા સામૂહિક રીતે રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ત્યારે માકન પરિવારના તમામ સભ્યો એકત્ર થઈને માત્ર રાખડી જ બાંધી નહીં, પરંતુ પરસ્પર પ્રેમ, એકતા અને સંસ્કારનું સંદેશ આપ્યો હતો.
હાલ આધુનિક યુગમાં, જ્યારે ઘણા પરિવારો એકબીજાથી દૂર થઈ રહ્યા છે, ત્યારે માકન પરિવાર દ્વારા આ સામૂહિક મિલન સમાજને એક સંદેશ આપે છે કે તહેવારોનો સાચો આનંદ એકબીજાની સાથે, હર્ષોલ્લાસ અને સમૂહભાવ સાથે મનાવવામાં છે.




