ગુજરાતના મુખ્યમંત્રી આગામી સોમવારે ભરૂચ જિલ્લાના પ્રવાસે છે. તેઓ જંબુસરની મુલાકાત લેશે અને અંકલેશ્વરમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીના આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને, ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યક્રમના સુચારુ આયોજન માટે જરૂરી ચર્ચાઓ અને સૂચનો કરવામાં આવ્યા હતા.
કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાએ કાર્યક્રમની તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કાર્યક્રમ સ્થળ, સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગની સુવિધા, અને અન્ય આનુષંગિક બાબતો અંગે વિગતવાર માહિતી મેળવી અને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં બેઠક વ્યવસ્થા, લોકાર્પણ અને ખાતમુહૂર્તની વિધિ, અને સભા સ્થળની વ્યવસ્થા સહિતના મુદ્દાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેક્ટર એન. આર. ધાંધલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ મુખ્યમંત્રીના કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન સુનિશ્ચિત કરવાનો હતો.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


