મહત્તમ સંખ્યામાં ભાગ લેનાર સંખ્યામાં કેશોદ તાલુકો અવ્વલ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અને રાજ્યના અંતરિયાળ ગામડા સુધીના કલારત્નોમાં રહેલી આંતરિક શક્તિઓને નીખારવાનો અવસરે 700 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જુનાગઢ સંચાલિત તથા અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર હસ્તકની આદર્શ નિવાસી શાળા કેશોદના સંયુક્ત ઉપક્રમે તાલુકાકક્ષા કલા મહાકુંભ-૨૦૨૫ નું રંગારંગ આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અને રાજ્યના અંતરિયાળ ગામડા સુધીના કલારત્નોમાં રહેલી આંતરિક શક્તિઓને નીખારવાનો અવસર આજે કેશોદ ખાતે જોવા મળ્યો હતો. આ સ્પર્ધામાં ૬ થી ૧૪ ,૧૫ થી ૨૦ વર્ષ અને ૨૧ વર્ષ કરતાં વધારે વયના આશરે ૭૦૦ કરતાં વધારે સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમના અધ્યક્ષ અને કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે ઉપસ્થિત જિલ્લા નાયબ નિયામક પી.ડી.સરવૈયા,પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા,જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, આચાર્ય રણવીરસિંહ પરમાર,આઝાદ કલબના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, ભારત વિકાસ પરિષદના પ્રમુખ આર.પી.સોલંકી,પ્રવિણભાઇ ભાલારા,સંસ્થાના આચાર્ય બી.એસ.ભાવસાર,નરેશભાઈ ચુડાસમા,કચેરી અધિક્ષક કૌશિકભાઇ વડારીયા,નારણભાઈ બારડ,કેશોદ તાલુકા પ્રાથમિક માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ, તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત સ્પર્ધકો અને કલા રસીકોની ઉપસ્થિતમાં દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાને ખુલ્લી મૂકી તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી.
આચાર્ય બી.એસ.ભાવસારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત સન્માન કર્યું હતું.સ્પર્ધાના કન્વીનર અને જૂનાગઢ જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ ડૉક્ટર હમીરસિંહ વાળાએ કલા મહાકુંભ અંગે જાણકારી આપી હતી. ધારાસભ્ય,પાલિકા પ્રમુખે સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. તમામ કલાકારો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં જુદી જુદી વય જૂથની કુલ ૧૪ કૃતિમાં ૭૦૦ કરતાં વધારે સ્પર્ધકોએ રસપ્રદ કૃતિઓ રજૂ કરી હતી.તાલુકાના વિજેતા થયેલ સ્પર્ધકો આગામી જૂનાગઢ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કેશોદનું પ્રતિનિધિત્વ કરશે.
આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડોક્ટર ભુપેન્દ્રભાઈ જોશી,આર.પી.સોલંકી,હમીર બારડ ,ધ્રુવ ભટ્ટ ,સુભાષ વાળા, નારણભાઈ સોલંકી,જગમાલભાઈ નંદાણીયા,તૃપ્તિબેન જોશી,હીરાભાઈ મૂછાળ,એમ.ડી.દાહીમાં,અજય ઠાકોર,વિજયસિંહ વાળા,ગીરીશભાઈ બગીયા,દિનેશભાઈ વગેરેએ સેવા આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેશોદના નામાંકિત એન્કર ડોક્ટર ભુપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું.આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનો, કલા રત્નો અને આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવા બદલ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીનો શાળાના આચાર્ય તેમજ જિલ્લા નાયબ નિયામક પી.ડી.સરવૈયાએ આભાર વ્યક્ત કર્યો હતો અને સફળ આયોજનના સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.


