GUJARAT : અંકલેશ્વર GIDC પોલીસની સરાહનીય કામગીરી: ગુમ થયેલા ૧૧ વર્ષના બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

0
55
meetarticle

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ૧૧ વર્ષનો બાળક કોઈ કારણસર નારાજ થઈને પોતાની સાઈકલ લઈને ઘરેથી નીકળી ગયો હતો. બાળકના વાલીએ આ અંગે તાત્કાલિક અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

પોલીસની ટીમે આ બનાવને ગંભીરતાથી લઈ તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે બાળકના ઘરથી મુખ્ય માર્ગો પરના જુદા-જુદા સીસીટીવી કેમેરાની ફૂટેજ તપાસી. આ તપાસમાં જાણવા મળ્યું કે બાળક પ્રતીન ચોકડીથી ભરૂચ તરફ ગયો હતો.
પોલીસ અને બાળકના સગા-સંબંધીઓએ ભરૂચમાં બાળકની શોધખોળ શરૂ કરી હતી. આખરે, બાળક માતરિયા તળાવ પાસેથી હેમખેમ મળી આવ્યો હતો. અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના સ્ટાફની સરાહનીય ટીમ વર્કને કારણે ગણતરીના સમયમાં જ બાળકને શોધી કાઢવામાં આવ્યો હતો.
પોલીસે બાળકને તેના પરિવારને સુરક્ષિત રીતે સોંપી દીધો હતો, જેનાથી ગુમ થયેલા બાળકનું તેના પરિવાર સાથે સુખદ મિલન થયું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here